Abtak Media Google News

પાર્ટીનાં સ્થળ, પાર્કિંગની જગ્યા તેમજ પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવાનો હુકમ કરતું જાહેરનામું પ્રસિઘ્ધ કરતા અધિક જિલ્લા કલેકટર

રાજકોટ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી માટે કરવામાં આવતી પાર્ટીઓમાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા ફરજીયાતપણે રાખવા તેમજ તેનું રેકોર્ડીંગ ૩ માસ સુધી સાચવી રાખવાનો આદેશ કરતુ જાહેરનામું અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ પ્રસિઘ્ધ કર્યું છે.

Advertisement

રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરીમલ પંડયાએ જાહેરનામું પ્રસિઘ્ધ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નાતાલ પર્વની ઉજવણી તેમજ નવા વર્ષની ઉજવણીને આવકારવા કરવામાં આવતી ઉજવણીઓ જે-જે જગ્યાએ થતી હોય તે તમામ જગ્યાઓએ પ્રવેશ દ્વાર તથા બહાર નીકળવાના દ્વાર પર સીકયુરીટીમેન ફરજ પર નિયુકત કરવાના રહેશે તથા પ્રવેશદ્વાર પર તથા બહાર નિકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નિકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ તથા પાર્ટી જયાં યોજાનાર છે તે બાગ, હોલ કે અન્ય જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ આ સીસીટીવી કેમેરા હાઈડેફીનેશન વાળા નાઈટ વિઝન ધરાવતા હોવા જોઈએ. તેમજ જો પાર્ટી બાદ ભોજન કે અન્ય સેલીબ્રેશન કરવાના હોય તો તે સ્થળ, ભોજન કક્ષમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશન ધરાવતા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તથા તેનું રેકોર્ડીંગ લેવાની તમામ આનુષંગીક વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે જગ્યાના માલિકો/વહીવટકર્તાઓ અને આવા કાર્યક્રમના મુખ્ય આયોજકોની રહેશે. ઉપરાંત આ રેકોર્ડીંગ સક્ષમ અધિકારી દ્વારા રજુ કરાવવા જણાવવામાં આવ્યું રજુ કરવાની રહેશે તથા આ કાર્યક્રમની સીડીનું રેકોર્ડીંગ ૩ માસ સુધી સાચવી રાખવાનું રહેશે. સીસીટીવી કેમેરા કોઈપણ જગ્યાની અંદરના ભાગ સંપૂર્ણ કવરેજ સતત થાય તે રીતે ગોઠવવા, રોડ પરથી અંદર પ્રવેશતા અને રોડ સુધી બહાર જવા નીકળતા તમામ માણસોની અવર-જવર જોઈ શકાય અને તમામના ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવા, બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવા. તમામ પાર્કીંગની જગ્યામાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે ગોઠવવા. રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, રોકડ રકમના કેશ કાઉન્ટ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે ગોઠવવા, આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

૩૧ ડિસેમ્બરે રાતે ૧ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ ફરજ બજાવશે: જેસીપી સિધ્ધાર્થ ખત્રી

કેકેવી ચોક, કિશાનપરા ચોક અને જિલ્લા પંચાયત ચોકમાં રાઇટ ટર્નની મનાઇ કરાશે

Dsc 0546

શહેરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત કેકેવી ચોક, કિશાનપરા ચોક અને જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ થાય તેમ હોવાથી ટ્રાફિક બ્રાન્ચનો સ્ટાફ રાતે એક વાગ્યા સુધી ફરજ બજાવશે અને જરૂર પડે તો ત્રણેય ચોકમાં રાઇટ ટર્નની મનાઇ ફરમાવવામાં આવનાર હોવાનું ‘અબતક’ સાથેની વાત ચીતમાં જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે.

ગઇકાલે નાતાલની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં નાના બાળકો પોતાના વાલી સાથે ખરીદી અર્થે બજારમાં આવતા ટ્રાફિક જામ જેવી સ્થિતી થઈ હતી. સાંજના સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં વાહન ચાલકો માર્ગ પર અવર જવર થતા અને ઠેર ઠેર શાંતા કલોઝ જોવા માટે બાળકો ઉભા રહેતા કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને કેકેવી ચોકમાં ટ્રાફિક જામ થયો હતો તે રીતે ૨૦૧૮ને બાય બાય અને ૨૦૧૯ને વેલકમ માટે અનેક સ્થળે ડાન્સ, ડીજે અને ડીનરના કાર્યક્રમના આયોજન થતા હોવાથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને કેકેવી ચોક તેમજ માધાપર ચોકડી ખાતે ટ્રાફિક જામ થાય તેમ હોવાથી પોલીસ સ્ટાફને રાતે એક વાગ્યા સુધી ફરજ સોપવામાં આવી છે. તેમજ જરૂર જણાય ત્યાં રાઇટ ટર્ન લેવાની મનાઇ ફરમાવી ટ્રાફિક હળવો કરવામાં આવનાર હોવાનું જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.