Abtak Media Google News

સ્કુલમાં ફરજ બજાવતા, પ્યુન, આયાબહેનો, સ્ટાફ સહિતનાઓએ પોલીસને આપવો પડશે બાયોડેટા

તાજેતરમાં બનેલા ગુડગાંવમાં શાળાના છ વર્ષના માસુમ બાળકનું ટોયલેટમાં જ ગળુ કાપી હત્યા કરાયાના પ્રકરણે દેશભરમાં ચકચાર મચાવી છે. અવાર નવાર દેશભરમાં આવા કેસો બહાર આવતા હોય છે. થોડા દિવસો પહેલા જ રાજકોટની પટેલ બોર્ડિંગમાં પણ એક યુવાને આપઘાત કર્યો હતો અને ગઈકાલે જ તે યુવાનના આપઘાત કર્યાના થોડા સમય પહેલા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફુટેજ પોલીસને હાથ લાગ્યા હતા. આવા બનાવથી હવે રાજકોટ શહેર પોલીસ પણ સતર્ક બની ગઈ છે. હવેથી શહેરની તમામ શાળાઓએ મુખ્ય દરવાજાથી લઈ ટોયલેટ સુધી સીસીટીવી કેમેરા ફરજીયાત રાખવા પડશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર હવેથી તમામ શાળાના સંચાલકોએ સીસીટીવી કેમેરા રાખવા બાબતે સુચન કર્યું છે અને સાથો સાથ પોલીસ મથકના અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં આવતી તમામ શાળાઓ જેમાં ખાસ તો સીસીટીવી કેમેરા બાબતે જાણ કરી ચકાસણી કરવા અને સ્કુલોમાં ફરજ બજાવતો સ્ટાફ, પ્યુન, આયાબહેનો, બસના ડ્રાઈવર સહિતનાઓની તમામ ડિ ટેઈલ્સ સ્કુલો પાસેથી મેળવી વેરીફાઈ કરવાની પણ સુચના અપાઈ છે.હાલના સમયમાં વાલીઓ હજારો ‚પિયા પેટે ફી ચુકવતા હોય છે પરંતુ બાળકની અસલામતીની ચિંતા તો ‘જેસે થે’ જેવી જ સ્થિતિ છે. વિદ્યાર્થી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સલામતીના ભાગ‚પે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાની સુચના અપાઈ છે અને જો કોઈ શાળા આ બાબતે લાપરવાહી દાખવશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.