Abtak Media Google News

સરકાર રેલ્વે સફરની સુરક્ષા સઘન બનાવવા માટે અંતરીય ઉપકરણના ઉપયોગ વિશે રેલ્વે તંત્ર વિચારી રહ્યુ છે. કેન્દ્રીય રેલમંત્રી પીયુષ ગોયલે ગુરુવારે એ જાણકારી આપતા જણાવ્યું હતું કે રેલ્વેમાં યાત્રીઓની સુરક્ષા માટે સીસીટીવી અંગે ઇસરો સાથે પણ ચર્ચા થશે. હવે એ દિવસ દૂર નહી હોય કે રેલ્વેના ડબ્બામાં સીસીટીવી કેમેરા હોય એટલુ જ નહીં રેલ્વે સ્ટેશન અને પ્લેટફોર્મ પર પણ સીસીટીવી કેમેરા લગાવાશે.

Advertisement

યાત્રીઓની સુરક્ષા રેલ્વે માટે પ્રાથમિકતા છે. એમ રેલ મંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસરોના ચેરમેન એસએસ કિરણ કુમાર સાથે તાજેતરમાં તેની બેઠક થઇ હોવાની વાત કરી હતી. રેલ્વે અને ઇસરો આ બાબતે મળીને કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.