Abtak Media Google News

તંદુરસ્ત ખોરાકની પસંદગી અને સલામતીની ખાતરી અંગે માર્ગદર્શન અપાયું

આજે ૭ જુનની વિશ્વભરમાં ફુડ સેફટી ડે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહાપાલિકાનાં ફુડ વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની સુચના મુજબ ફુડ સેફટી ઓફિસર દ્વારા શહેરનાં ફુડ બિઝનેસ ઓપરેટરોને ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપનને મજબુત બનાવવા, ખોરાકનાં ધોરણનું અમલીકરણ કરવા, ગ્રાહકો માટે તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવા તથા ખોરાક સલામતીની ખાતરી કરવા અંગેની કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ૧૦ લોકોમાંથી ૧ વ્યકિત દુષિત ખોરાક ખાવાથી દર વર્ષે બિમાર પડે છે અને દર વર્ષે આશરે ૪,૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોને ખોરાકલક્ષી ૪૦ ટકા બિમારીઓ થાય છે અને ૧૨,૫૦૦ લોકોનાં મૃત્યુ થાય છે. દુષિત બીમારીઓએ દુષિત ખોરાક અથવા પાણી દ્વારા શરીરમાં પ્રવેશતા બેકટેરિયા, વાયરસ, પરોપજીવી અથવા રાસાયણિક પદાર્થો દ્વારા થાય છે. આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં તાણ અને રાષ્ટ્રીય અર્થતંત્રો, પ્રવાસન અને વેપારને નુકસાન પહોંચાડીને કૂડબોર્ન રોગો સામાજિક આર્થિક વિકાસને અવરોધે છે.

ખોરાકમાં વેપારનું મુલ્ય ૧.૬ ટ્રિલિયન છે, જે વૈશ્ર્વિક સ્તરે કુલ વાર્ષિક વેપારનાં લગભગ ૧૦ ટકા છે. તાજેતરમાં અંદાજ સુચવે છે કે, અસુરક્ષિત ખોરાકની અસર દર વર્ષે ૯૫ અબજ યુએસ ડોલરની ખોટ ઉત્પાદકતામાં નીચી અને મધ્યમ આવક ધરાવતી અર્થતંત્રનો ખર્ચ કરે છે. ખોરાક અને કૃષિ ક્ષેત્રોમાં સ્વચ્છતાનાં સિદ્ધાંતોને સુધારવાથી ખોરાકની ચેઈન અને પર્યાવરણમાં એન્ટિમિક્રોબાયલ પ્રતિકારનાં ઉદભવ અને ફેલાવાને ઘટાડે છે.

૭ જુન ૨૦૧૯ વર્લ્ડ ફુડ સેફટી ડે નિમિતે આજરોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાનાં ફુડ વિભાગ દ્વારા શહેરીજનોને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફુડ સેફટી ઓફિસરો દ્વારા હોકર્સ ઝોન ખાતે ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપનને મજબુત બનાવવા, ખોરાકનાં ધોરણોનું અમલીકરણ કરવા તેમજ ગ્રાહકો માટે તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવા તથા ખોરાક સલામતીની ખાતરી કરવા વગેરે બાબતો માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬નાં નિયમોની ચુસ્તપણે અમલવારી કરવા જણાવવામાં આવેલ તથા જનજાગૃતિ અર્થે સુચક સ્કુલ, કુંડલીયા કોલેજ, એસ.ટી.બસ સ્ટેશન વગેરે સ્થળોએ ૧૨૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.