Abtak Media Google News

સેમીફાઈનલમાં અમદાવાદ મેયર ઈલેવન સામે રાજકોટ મેયર ઈલેવનનો પરાજય: કમિશનર ઈલેવનનો વટભેર ફાઈનલમાં પ્રવેશ

રાજકોટ ખાતે રમાઈ રહેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલા બે સેમીફાઈનલમાં રાજકોટ મેયર ઈલેવનનો અમદાવાદ મેયર ઈલેવન સામે ત્રણ વિકેટે કારમો પરાજય થયો છે તો બીજી તરફ રાજકોટ કમિશનર ઈલેવને રોમાંચક મેચમાં અમદાવાદ કમિશનર ઈલેવનને ૬ રને પરાજય આપી વટભેર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

Advertisement

ગઈકાલે રમાયેલા અમદાવાદ કમિશનર અને રાજકોટ કમિશનર ઈલેવન વચ્ચેનાં મેચમાં ટોસ જીતી અમદાવાદે રાજકોટને બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. નિર્ધારીત ૨૦ ઓવરમાં રાજકોટે ૬ વિકેટનાં ભોગે ૧૪૬ રન બનાવ્યા હતા જેની સામે અમદાવાદ કમિશનર ઈલેવન ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૯ રન બનાવી શકયું હતું. આમ ભારે રોમાંચકતા બાદ રાજકોટ કમિશનર ઈલેવનનો ૬ રને શાનદાર વિજય થયો હતો. ૪ ઓવરમાં ૨૬ રન આપી ૩ વિકેટ ઝડપનાર જય ચૌહાણ મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. આવતીકાલે ૪:૦૦ કલાકે રમાનારી ફાઈનલ મેચમાં રાજકોટ ઈલેવને શાનદાર પ્રવેશ કરી લીધો છે. આજે રમાનારી બરોડા અને જામનગર કમિશનર ઈલેવનમાં જે ટીમ વિજેતા બનશે તે ફાઈનલમાં રાજકોટ કમિશનર ઈલેવન સામે ટકરાશે.

Moyer Lost In The Inter Corporation Cricket Tournament, Winning The Commissioner
Moyer lost in the Inter Corporation Cricket Tournament, winning the commissioner

રાત્રે ૮:૦૦ કલાકે રમાયેલા રાજકોટ મેયર ઈલેવન અને અમદાવાદ મેયર ઈલેવન વચ્ચેનાં સેમીફાઈનલ મેચમાં રાજકોટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૧૯.૨ ઓવરમાં રાજકોટ મેયર ઈલેવન માત્ર ૯૭ રન બનાવી આઉટ થઈ ગઈ હતી જેનાં જવાબમાં અમદાવાદ મેયર ઈલેવનની ટીમે ૧૮.૧ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી ૩ વિકેટે શાનદાર જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આજે જામનગર મેયર ઈલેવન અને બરોડા મેયર ઈલેવન વચ્ચે રમાનારા બીજી સેમી ફાઈનલમાં વિજેતા બનનારી ટીમ કાલે રમાનારી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં અમદાવાદ મેયર ઈલેવન સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.