Abtak Media Google News

બે દિવસીય કાર્યક્રમમાં વિઘાર્થીઓએ ડ્રામા, ડાન્સ, યોગા જેવા પરર્ફોમન્સ રજૂ કર્યા

શહેરની ડી.પી.એસ. (દિલ્હી પબ્લીક સ્કુલ) દ્વારા એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેને ‘જશ્ન-૧૭’નામ આપવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિઘાર્થીઓ દ્વારા બે દિવસના કાર્યક્રમમાં અલગ અલગ પરફોર્મન્ટ રજુ કરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં વિઘાર્થીઓ દ્વારા ઇન્સ્ટુમેન્ટ પ્લે, ડ્રામા, ડાન્સ, યોગા જેવા અનેક પરફોર્મન્ટ આપવામાં આવ્યા હતા. આ તકે શાળા પરિવારનો પુરી સ્ટાફ તથા વિઘાર્થીના માતા-પિતા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

વિઘાર્થીઓને સારો દેખાવ બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.

મનોજ દુબે (પ્રીન્સીપાલ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે જે કાર્યક્રમ હતો તે અમારો એન્યુઅલ ડે જેનું નામ ‘જશ્ન-૧૭’ આપવામાં આવ્યું હતું. જે બે ભાગમાં યોજાયો.

Vlcsnap 2019 12 16 08H59M15S61કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧ર ના વિઘાર્થીઓએ તથા બીજા ભાગમાં ધોરણ પ (પાંચ) સુધીના બાળકી પાર્ટીસપટે થયા હતા. આ કાર્યક્રમમાં દરેક બાળક સ્ટેજ પર આવીને પોતાની રજુઆત કરી હતી. અમારુ માનવું છે કે ભણતર બુકસ માટે જ સીમીત નથી બાળકોનો કોન્ફીડન્સ લેવલ પણ જરુરી છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ છે. ત્યારે અમે આ કાર્યક્રમ ગાંધીજીને સમર્પીત કર્યો છે. અમારી શાળાના ટોપ વિઘાથર્થીઓને સન્માનીત કરવામાં આવ્યો છે. અમારી શાળામાંથી પહેલા વખત બે બાળાઓ એન.સી.સી.ના કેમ્પમાં જોડાઇને દિલ્હીના થલસેના કેમ્પમાં પહોંચી છે જેમાંથી એક દીકરી શુટીંગમાં ઓલ ઇન્ડીયામાં ત્રીજી આવી છે. અને બીજી છઠ્ઠી આવી છે. તે માટે ગર્વની વાત છે.

ઉદયન બેનજી (વિઘાર્થી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમારી શાળામાં એન્યુઅલ ફન્ડકશન યોજાયું છે હું અહીં પરફોરમન્સ આપીને ખુબ ખુશ છું. ઇન્સ્ટ્રમેન્ટ પ્લે, ડ્રામા, ડાન્સ, સ્ક્રેટીંગ ડાન્સ, યોગા જેવા ઘણાં પરફોર્મન્ટ યોજાયા છે. પ્રીન્સીપલ દ્વારા ખુબ સારો સપોર્ટ આપવામાં આવે છે. તે અમને બીજી એકટીવીટીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરે છે. એન.સી.સી.માં રાજકોટમાંથી અમારી સ્કુલની બે છોકરીઓ એ જ સારુ પરર્ફોમેન્ટ આપ્યું છે. તેના માટે ખુશી થાય છે અને ગર્વની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.