રાજકોટની દુર્ગા શકિત ટીમ દ્વારા વૃઘ્ધાશ્રમમાં પ્રથમ વર્ષની ઉજવણી

સિવિલ હોિ૫સ્ટલના દર્દી, સિકયુરીટી મેનને ધાબળાનું અને શ્રમિક પરિવારના બાળકોને નાસ્તાનું વિતરણ

શહેર પોલીસ મહિલા ઓની સુરક્ષા માટે પ્રાધાન્ય આપી તત્પર રહેલી છે. મહિલાઓને પોલીસની મદદ સહેલાયથી અને ઝડપી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે શહેર પોલીસ દ્વારા સુરક્ષીત એપ અને દુર્ગા શકિત ટીમ ની ગત તા.૧૬ ડિસેમ્બર વર્ષ ૨૦૧૯માં અમલી બનાવવામાં આવી હતી.

સુરક્ષીત એપના માઘ્યમથી દુર્ગા શકિત ટીમ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ એક વર્ષ  પૂર્ણ કરી મહિલાઓની સુરક્ષાની કાબીલેદાદ કામગીરી કરી મહિલાઓના રપ ટકા ગુનાઓ ઘટયા છે.

દુર્ગા શકિત ટીમની સફળતા પૂર્વક પ્રથમ એક વર્ષ પૂર્ણના સાથે આજરોજ સામાજીક કાર્ય કરી ઉમદા ફરજ નિભાવી ખરા અર્થમાં પોલીસ પ્રજાના મિત્ર તરીકે ફરજ બજાવી છે.

મહિલા પોલીસ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એરપોર્ટ રોડ ગીત ગુર્જરી સોસાયટી નજીક મહેશ્ર્વરી માતાજી વૃઘ્ધાશ્રમ ખાતે મહિલા સાથે કેક કાપી દુર્ગા શકિતની ટીમને સ્થાપના ની પ્રથમ વાર્ષિક ની ઉજવણી કરી અને મહિલાઓને ધાબળા અને કીટનું વિતરણ કર્યુ હતું.

આ ઉપરાંત સિવીલ હોસ્પિટલના બન્સ વિભાગના દર્દીઓને તેમજ કોવીડ હોસ્પિટીલનાં સિકયુરીટીમેનને ધાબળાનું વિતરણ કર્યુ હતું. તેમજ શ્રમિક પરિવારના બાળકોને નાસ્તા આપી દુર્ગા શકિત ની પ્રથમ વર્ષની પૂર્ણતા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

જયારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા શકિત ટીમના સ્ટાફને લક્ષમી યંત્ર, માસ્ક, સેનીરાઇઝર અને નાશ લેવાનું મશીન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પોલીસ મથકના પી.આઇ. સેજલ પટેલ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉ૫ાઘ્યાયે જહેમત ઉઠાવી હતી.