Abtak Media Google News

કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે જ નવો નિયમ બનાવવા કર્યો ઇન્કાર?!!

સરકારી ડીફોલ્ટરોને ચુંટણી લડતા અટકાવવાના ચુંટણી પંચના પ્રસ્તાવને કેન્દ્રએ ઠૂકરાવ્યુ છે. સરકારી ભરણા ન ભર્યા હોય તેની ઉમેદવારી કરતા અટકાવવાના પ્રસ્તાવને ચુંટણી પંચે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકયો હતો. ચુંટણી પંચ એટલે કે ઇલેકશક કમિશનરે યુટિલિટી બિલમાં ફેરફાર કરવા અંગે મુસદો તૈયાર કર્યો હતો. પરંતુ તેને મોદી સરકારે નકાર્યો છે.

Advertisement

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે કેટલાક રાજકીય નેતાઓ સરકારી ભરણા ભરવામાં આનાકાની કરે છે. મકાનનું ભાડું, ઇલકેટ્રીક બિલ, વોટર બીલ કે પાણી વેરા ભરતા નથી. ચડત બિલ ભરવાથી દુર રહેતા આવા નેતાઓને ચુંટણીમાં ઉમેદવારી કરતા રોકવા ચુંટણી પંચે પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર હજુ આના માટે તૈયાર નથી.

ચુંટણી પંચ રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટમાં ફેરફાર કરવા માંગે છે પરંતુ તેના માટે કેન્દ્ર સરકારની મંજુરી લેવી પડે.

રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટના ચેપ્ટર-૩માં સરકારી ભરણા ભરવાના બાકી હોય તેવા લોકોને ચુંટણીમાં ઉમેદવારી કરતા અટકાવવા કલમ ઉમેરવા માગે છે. ચુંટણી પંચ પરંતુ કેન્દ્ર સરકારના કાનુન મંત્રાલયે ચુંટણી પંચની પ્રસ્તાવની ફાઇલ પર નોટ ડીઝાયરેબલ લખી નાખીને પ્રસ્તાવ ઠૂકરાવ્યો છે !!!

ગુજરાત રાજયના વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થાય કે કાનુન મંત્રાલયે પ્રસ્તાવ સ્વીકારવાનો કેમ ઇન્કાર કર્યો હશે? અગર આ પ્રસ્તાવ નિયમ બને તો ઘણા નેતાલોગ ઉમેદવારી પત્ર જ ન ભરી શકે ?!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.