Abtak Media Google News

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયા ઉપલેટા ‘અબતક’ બ્યુરો ચીફની મુલાકાતે: કાલે ઉપલેટા શહેર-તાલુકા કાર્યકરોનું સ્નેહમિલન

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગઈકાલે ઉપલેટા અબતક બ્યુરો ચીફ મુલાકાતે આવી પોરબંદર વિસ્તારના વિવિધ પ્રશ્નો વિશે વાતચીત કરી હતી અને પૂરા વિશ્વાસ સાથે તેમને જીતનો દાવો કર્યો હતો. અબતક બ્યુરો ચીફ મુલાકાતે આવેલા પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયાએ જણાવેલ કે કોંગ્રેસ પાર્ટીએપૂરા વિશ્વાસ સાથે મારી પસંદગી કરેલ છે.

હું કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક છુ પાર્ટી માટે ગમે તે જતુ કરવાની મારી તૈયારી છે. છેલ્લા એક માસ થયા ગુજરાતના રાજકારણમાં ભારે હોર્સટ્રેડીંગ થયા પણ મે પક્ષ એ મારામાં મૂકેલો વિશ્વાસ ડગવા નથી દીધો ૬ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ સતત પ્રજાની વચ્ચે દોડતો રહી નાના માણસ પાસે બેસી તેની વાત સાંભળી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરેલ છે. ધોરાજી, ઉપલેટા વિસ્તારના ગામડાઓ માટે દોઢ વર્ષ માં કરોડો રૂપીયાના રોડ રસ્તાઓ સતત રજૂઆત કરીને મંજૂર કરાવેલ છે

આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર ૨ વિસ્તારના ખેડુતોને ભાદર ડેમનું કેમિકલ્સ યુકત પાણી માટે સતત લડત આપી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની મનમાની બંધ કરાવેલ મારા મત વિસ્તાર માટે ખેડુતોના પાક વિમા માટે અર્ધનગ્ન હાલતમાંનિકળી જન આંદોલન કરી વિમા અપાવેલ આ વર્ષ આ વિસ્તાર સાવ નજીવો વરસાદ થવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ત્યારે રાજયની ભાજપ સરકારે મારા મત વિસ્તાર સામે કિનાખોરી રાખી અર્ધ દુષ્કાળ ગ્રસ્ત જાહેર ન કરતા આની સામે મે હાઈકોર્ટમાં જાવાની ચીમકી આપતા સરકાર સફાળીજાગી અને તાત્કાલીક ધોરણે અતિવૃત્તિ જાહેર કરેલ અને તેનું વળતર પણ ખેડુતોને અપાવેલ.

અબતક બ્યુરો ચીફ કિરીટ રાણપરીયાએ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયાને પ્રશ્ન પુછેલ કે હાલમાં પોરબંદર મત વિસ્તારમાં કયા સળગતા પ્રશ્નો છે. અને મતદારો પાસે કયા મુદે મત માગશે આ અંગે જવાબ આપતા લલીતભાઈ વસોયાએ જણાવેલ કે હાલમાં પોરબંદર લોકસભા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડુતોને પૂરો સમય વિજળી મળતી નથી ખેડુતોને સિંચાઈ માટે પાણી ના પૈસા ભરી દીધેલ હોવા છતાં પાણી અપાતુ નથી ખેડુતો પાસેથી ધીરાણ સામે ફરજીયાત પાક વિમો લઈ પાક નિષ્ફળ જાય તો વિમા આપવામાં આવતો નથી ખેડુતોને જંગલી જાનવરોનો ત્રાસ છે.ખાતરોના દિવસો ભાવ ન વધે તેટલા રાતે ભાવ વધે છે.

તેની સામે ખેડુતોના માલ તૈયાર થાય ત્યારે ખેડુતોને તેના પાકના પૂરા પૈસા મળતા નથી આને કારણે ખેડુતો પાયમલ થઈ જાય છે.ઘા ખેડુતોએ આત્મહત્યા પણ કરી છે. જયારે પોરબંદર વિસ્તારનાસહિતના દરિયાય માર્ગના વહાણવટુ કરતા લોકો માછીમારી કરવા જાય ત્યારે તેને પાક દ્વારા પકડી લેવામાં આવે છે. માછીમારી કરતા લોકોને પકડી પછી તેને મૂકત કરી દેવામાં આવે છે.

પણ તેની રોજીરોટી માટે તેનું વહાણ મુકત કરતા નથી આને કારણે માછીમારી કરતા લોકો વહાણ ન હોવાને કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવે છે. માછીમારીકરતા લોકોને ડિઝલમાં કોઈ સબસીડી આપવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ માછીમારીની બોટ આ કેન્દ્રની સરકાર છોડાવી નથી શકી છેલ્લે કેન્દ્રની મનમોહનસિંહની સરકારે માછીમારી કરતા લોકોના વહાણો છોડાવેલ વધુમાં લલીત વસોયાએ જણાવેલ કે દેશભરમાં આજે મોંઘા શિક્ષકોને લઈ યુવાનો બેરોજગાર બની રહ્યા છે.

આ બાબતે કેન્દ્ર સરકારે કોઈ નકર પગલા લીધા નથી કેન્દ્ર અને રાજય સરકારની મીલીભગતને કારણે તમામ સરકારી કચેરીઓ કોન્ટ્રાકટર બેજ ઉપર ભરતી કરી ખૂલ્લં ખૂલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બાબતે સરકાર આંખ આડા કાન કરી છુપી રીતે ભ્રષ્ટાચારને છાવરી રહી છે. અહી જો કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો તે આ સરકારની દેણ છે. પોરબંદર વિસ્તારમાં મારા વિજય રથને કોઈ રોકી નહી શકે મારા વિજય નિશ્ર્ચિત છે.

અંતમાં લલીતભાઈ વસોયાએ જણાવેલ કે આગામી દિવસોમાં ખેડુતોની વેદનાને વાચા આપવા રાજકોટ સહિતના વિસ્તારોમાં હજારો ખેડુતોનું મહા સંમેલન બોલાવાના છીએ તેમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહેશે જયારે આવતીકાલે ઉપલેટા શહેર તાલુકા વિસ્તારના કોંગ્રેસના હોદેદારો કાર્યકર્તાઓનું સાંજે ૪ વાગે ખાખીજાળીયા રોડ ઉપર એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં સંમેલનનું આયોજન કરવામા આવેલ છે. આ મુલાકાત વેળાએ લલીતવસોયા સાથષ વિજય વઘાસીયા જીત મોરી, ગોપાલભાઈ સલાટ, ઉપલેટા નગર પાલીકાના સભ્ય રિયાઝભાઈ હિંગોરા સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.