Abtak Media Google News

જળસંચય અભિયાન અંતર્ગત ચાલતા તળાવ ઉંડુ ઉતારવાના કામની જાણકારી મેળવી

રાજય સરકાર દવારા જન ભાગીદારીને જોડી સુજલામ સુફલામ યોજના હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં ગત તા.૧લી મે થી ૩૧મી મે ૨૦૧૮ સુધી મહા જળસંચય અભિયાનનો પ્રારંભ કરી વધુને વધુ જળ સંગ્રહ થાય તે માટે જળસ્ત્રોતોનો કાંપ કાઢી ઉંડા ઉતારવાના કામ હાથ ધર્યા છે.

જે અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ શહેરના સામંતસર તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આ ચાલી રહેલ કામગીરીનું કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરસોતમભાઇ રૂપાલાએ તાજેતરમાં મુલાકાત લઇ બારીકાઇથી નિરિક્ષણ કરી કામગીરીની જિલ્લા કલેકટર આર.જે. માકડીયા પાસેથી જાણકારી મેળવી હતી.

Samatsar Talavni Mulakat 1જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ હળવદ ગ્રામ્ય તળાવની ચાલી રહેલા કામની વિગતોથી મંત્રીને માહીતગાર કરી આપી જણાવ્યું હતું કે હળવદ નગરપાલીકા દવારા ચાલતા આ કામ પર તળાવ ઉંડુ ઉતારવા જે.સી.બી.-૨, – હિટાચી-૨, ડમ્પર-૨ અને ટેકટર-૪ને કામે લગાડવામાં આવ્યા છે. આ તળાવમાંથી નિકળનાર કાંપ ખેડુતોને તેની જમીનમાં ફળદ્રુપતા વધારવા વિના મુલ્યે આપવામાં આવે છે. આ કામગીરી પૂર્ણ થવાથી પાણીના સંગ્રહમાં સારો એવો વધારો થશે. જેનાથી હળવદ ગ્રામજનો અને ખેડુતોને પણ પાણીનો સારો ફાયદો થશે તેમ જણાવ્યું હતું

આ મુલાકાત પ્રસંગે એસ.ટી. બોર્ડના ડાયરેકટર બીપીનભાઇ દવે, અજયભાઇ રાવલ, વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.