Abtak Media Google News

રાષ્ટ્રીય આપદા કોરોના મહામારીના કારણે દેશભરમાં પૂર્ણ તથા આંસીક લોકડાઉન પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરુપે મુકવામાં આવતા, તેની ઉત્પાદકીય અને ધંધાકીય ક્ષેત્રે ખુબ જ વિપરીત અસર થવા પામેલ, ફલ:સ્વરુપે મોટી રશમના ધીરાણ મેળવનારાઓ આથીંક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉભયપક્ષે બેંકો સહીતની નાણાકીય સંસ્થ્ાઓ પણ એન.પી.એ. ના ધોરણોને જાળવવા માટે રીકવરીના આકરા પગલાઓ લેવા મજબુર થઇ છે.

આવા સંજોગોમાં દેવાદારોને રાહત થાય તેવો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલે ચૂકાદો આપેલ છે. જેમાં બેંકના બાકી લેપા વસુલ કરવા મામલતદારની કબ્જા નોટીસને રદ કરેલ છે.

સેેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા મે. વ્હાઇટ ફિલ્મ સ્પિન્ટેક્ષ (ઇન્ડીયા) પ્રા.લી.. સામે બેંકના લેણા ગીરોકૃત મિલ્કતમાંથી વસુલ મેળવવા માટે ‘સ્કીયુરીટાઇઝેશન એકટ’ હેઠળની કાર્યવાહી શરુ કરવામાં આવેલ જે કાર્યવાહીના ભાગરુપે ગીરોકૃત મિલ્કતનો કબજો લેવાની નોટીસ મામલતદાર દ્વારા કંપનીને પાઠવવામાં આવેલ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના આ પગલાને દેવાદાર કંપનીએ સુનવાણીમાં અરજદાર તરફથી રજુઆત કરવામાં આવેલ કે મામલતદારની નોટીસ કાયદા મુજબની નથી, તેમજ હાઇકોર્ટ પ્રસ્થાપિત કરેલ કાર્યવાહી પ્રમાણે પણ નથી. જેથી મિલ્કતનો કબ્જો લઇ શકાય નહીં.

અરજદારની દલીલો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ અમદાવાદ કોર્ટ દ્વારા ગ્રાહ્મ રાખી મામલતદારની કબ્જા નોટીસ અંગેના હુકમને રદ કરવામાં આવેલ.આ કામમાં અરજદાર વતી એડવોકેટ આનંદ બી. ગોગીયા તથા મુસ્કાન એ. ગોગીયા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.