નબળા અને વંચીત જૂથના 1571 બાળકોને ખાનગી શાળા ભણવાનું સ્વપ્ન થયું સાકાર

નબળા અને વંચીત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે છઝઊ કાયદા હેઠળ ખાનગી શાળાની સંખ્યામાં 25 ટકા બાળકોને વિના મૂલ્યે (સરકારી ખર્ચે) પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 1571 બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે.

નબળા અને વંચીત જૂથના  બાળકોના વાલીઓ ખાનગી શાળાઓમાં ફી ન ભરી શકતા હોવાને કારણે બાળકોને ખાનગી શાળામાં એડમિશન મેળવવાનું સ્વપ્ન અધુરૂ રહી જાય છે. ત્યારે વાલીઓના આ સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા આરટીઇ હેઠળનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે,  ત્યારે જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે 1571 બાળકોને આરટીઇ હેઠળ જિલ્લાની ખાનગી શાળામાં એડમિશન આપવામાં આવ્યા છે. જે ખાનગી શાળામાં બાળકોને એડમિશન અપાયા છે, તે 420 થી વધુ શાળાને રાજ્ય સરકાર દ્વારા ફી ચુકવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા 2013 થી ખાનગી શાળાઓમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર આરટીઇ હેઠળ એક બાળક દીઠ શાળાને રૂા.13000 શૈક્ષણિક ફી ના ચુકવવામાં આવે છે. જ્યારે રૂા. 3000 બાળકને યુનિફોર્મ અને પુસ્તકો માટે આપવામાં આવે છે.  જેમાં જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી 14200 બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેની 9 કરોડ રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવી છે. તેમ જૂનાગઢ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી  જેઠવાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.