Abtak Media Google News

પાંચ દિવસ પહેલા પીધેલા પકડાયેલા બે શખ્સો સામે કેસ ન કરવા લાંચ સ્વીકારી

જામનગર ના ઙજઈં અડધા લાખની લાંચ લેતા એસીબીની ઝપટે ઝડપી પાડયા હતા. પાંચ દિવસ પૂર્વે કારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે શખ્સ સામે નશોખોરીનો કેસ નહીં કરવાના બદલામાં તેની પાસેથી અડધા લાખની લાંચ માગ્યા બાદ રૂ.50 હજારની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.

વિગતો અનુસાર જામનગર પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ જે.કે.રાઠોડે ગત તા.1ના હાઇવે પર એક કાર અટકાવી હતી, કારમાં બે શખ્સ બેઠા હતા, બંને શખ્સ નશો કરેલી હાલતમાં હોવાની શંકા ઉઠતાં પીએસઆઇ રાઠોડે ધોરણસરની કાર્યવાહી કરવાને બદલે પ્રોહિબિશનનો ગુનો નોંધાશે, ફિટ કરી દઇશ તેવી વાતોથી બંનેને ધમકાવ્યા હતા અને કેસ ન કરવો હોય તો રૂ.50-50 હજાર આપવા પડશે તેમ કહી કુલ રૂ.1 લાખની લાંચ માગી હતી, બંને શખ્સ લાંચની રકમ બાબતે રકઝક કરતાં અંતે મામલો રૂ.50 હજારમાં સેટ કર્યો હતો, બંને શખ્સ પાસે તે સમયે નાણાં નહીં હોવાથી થોડા દિવસોમાં પૈસા આપી જશે તેમ કહેતા પીએસઆઇ રાઠોડે બંનેના મોબાઇલ નંબર મેળવી જવા દીધા હતા.

પાંચ દિવસ દરમિયાન પીએસઆઇ રાઠોડે સતત ફોન કરીને લાંચની રકમ માગવાનું ચાલુ રાખ્યું હતું, લાંચ આપવી નહીં હોવાથી બંને શખ્સ એસીબીનો સંપર્ક કર્યો હતો, અને છટકું ગોઠવવામાં આવ્યું હતું. બીજીબાજુ લાંચની રકમ સોમવારે ઠેબા ચોકડીએ આપી જવાનું નક્કી થતાં બંને શખ્સ ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા, લાંચની રકમ લેવા પીએસઆઇ રાઠોડ પણ ત્યાં પહોંચ્યો હતો અને લાંચના રૂ.50 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.