Abtak Media Google News

સાકળચંદ પટેલ યુનિવર્સિટીએ ઇન્ડસ્ટ્રી ઓનર પ્રોગ્રામ  હેઠળ વિદ્યાર્થીઓને સક્ષમ અને વાસ્તવિક દુનિયામાં શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો હેઠળ  બેચલર ઓફ સાયન્સ ઇન ઇન્ફર્મેશન ટેક્નોલોજી ” (B.Sc. IT) પ્રોગ્રામ માટે અગ્રણી બ્રાન્ડ TCS ION સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા .

Whatsapp Image 2022 07 29 At 8.34.47 Pm

ઇન્ડસ્ટ્રી 4.0 ના યુગમાં , રોજગારીએ વિદ્યાર્થીઓના જ્ઞાનની સાથે ઇન્ડસ્ટ્રીના કૌશલ્ય સાથે પણ જોડાયેલ અગત્યનું પરિબળ છે . આ પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રીની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યો અને આંતરીક શક્તિને સુચારરુપે વિકસાવવા માટે ઇન્ડસ્ટ્રીની ભાગીદારી સાથે બનાવવામાં આવ્યો છે અને તે સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે ગેમચેન્જર બની રહેશે . આ પ્રોગામ વિદ્યાર્થીઓને સ્નાતક ડિગ્રીની સાથે વ્યાવસાયિકો જેવી કુશળતા આપશે.

જે તેમની કારકિર્દીને યોગ્ય રીતે ધડવામાં મદદરુપ બનશે . TCS iON સાથેની ખાતરીપૂર્વકની ઇન્ટર્નશિપથી , આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ઉડાણપૂર્વકનું ઔદ્યોગીક રીતે જરુરી જ્ઞાન વિકસાવવા તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના કૌશલ્યોને વધુ મજબૂત બનાવવા સાથે સક્ષમ વ્યાવસાયીક બનાવશે . યુનિવર્સિટી પ્રમુખ  પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન સાથે પ્રોવોસ્ટ ડો . ડી.જે.શાહ , રજિસ્ટ્રાર ડો . પી.કે.પાંડે , પ્રિન્સિપાલ ડો . એસ.જી.શાહ , એચઓડી ડો . કે.જે. મોદી અને TCS iON પ્રાદેશિક વ્યવસ્થાપક  સાર્થક વોરા ની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.