Abtak Media Google News

પૃથ્વીની ૪ વાર પ્રદક્ષિણા કર્યા બાદ ચંદ્ર પર ટુંક સમયમાં કરશે ઉતરાણ

અવકાશી ક્ષેત્રે ભારત દેશે વધુ એક પ્રગતિ હાંસલ કરી છે. ચંદ્ર પર પહોંચવા માટે ઈસરો દ્વારા છોડવામાં આવેલું ચંદ્રયાન-૨ ચંદ્રની નજીક પહોંચી ગયું છે અને આગામી ૭મી સપ્ટેમ્બરનાં રોજ તે ચંદ્ર પર ઉતરાણ કરશે તેવી પણ વાત સામે આવી રહી છે તે પહેલા ચંદ્રયાન-૨ પૃથ્વીની ૪ વખત પ્રદક્ષિણા કરી ચુકયું છે. આંકડાકિય માહિતી પર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી લોન્ચ થયા બાદ ચંદ્રયાન-૨ અઢી કરોડ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. ઈસરોનાં જણાવ્યા અનુસાર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ ભાગ પર ચંદ્રનું લોવર ઉતારવામાં આવશે જેથી ૬ ઓગસ્ટનાં રોજ ચંદ્રયાન-૨ તેની છેલ્લી કક્ષામાં પ્રવેશ કરશે.

ઈસરોનાં જણાવ્યા અનુસાર ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવતાની સાથે જ ચંદ્રયાન-૨ તેનું પ્રોપેલીંગ સિસ્ટમને શ‚ કરી અંતરીક્ષ યાનની ગતિને ધીમી કરશે જેથી તે ચંદ્રની પ્રારંભિક કક્ષામાં પ્રવેશ કરી શકે. ત્યારબાદ ચંદ્રની ધરતી પર ૧૦૦ કિલોમીટરની ઉંચાઈ પરથી ચંદ્રનાં ચકકરો કાપવામાં આવશે જે ચંદ્રયાન-૨ને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરવામાં મદદ‚પ સાબિત થશે. જેમાં લેન્ડર ઓરબીટરથી અલગ થઈ ચંદ્રની પ્રદક્ષિણા કરશે.

ચંદ્રયાન-૨ આવનારી ૭મી સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યા બાદ વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ઈસરો દ્વારા જે મિશન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે તે દિશામાં પણ ચંદ્રયાન-૨ કાર્ય શ‚ કરશે. ચંદ્ર પર ઉતરતાની સાથે જ લેન્ડર અલગ થઈ જતાં ચંદ્ર પર પ્રતિ મિનિટ ૩ સેન્ટીમીટરની ઝડપે આગળ વધશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર પૃથ્વીનાં ૧૪ દિવસ એટલે ચંદ્રનો એક દિવસ માનવામાં આવે છે જેથી ઓરબીટર તેનાં એક વર્ષનાં મીશન ઉપર કાર્યરત રહી અનેકવિધ રહસ્યોને ઉજાગર કરશે અને સંશોધન માટે તમામ પ્રકારનાં કાર્યોમાં ઝુટાશે. હાલ ચંદ્રયાન-૨ અઢી કરોડ કિલોમીટરની યાત્રા કરી ચુકયું છે તેમ ઈસરોનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.