Abtak Media Google News

સત્તાના નશામાં રત પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરેને નિયમોનો ઉલાળીયો કર્યાની વાત ચર્ચાના ચાકડે….

જૂનાગઢ વંથલી નગર પાલિકામા સત્તા પરિવર્તન થયું છે, અને કોંગ્રેસના ૧૦ સભ્યોના ટેકાથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે, માંડ આવેલ સતાના કારણે ભાન ભુલેલ ભાજપના સ્થાનિક નેતાઓ, અને કાર્યકરોએ જાહેરનામાના લીરા ઉડાડી, સરકારના સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના પોલીસની નજર સામે ઉલ્લંઘન કર્યું હતું.

વંથલી નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ થતાં, ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૧૦ વિરુધ્ધ ૧૪ થી ભાજપની જીત થઇ હતી, અને પ્રમુખ તરીકે નિર્મળાબેન જેન્તિભાઇ કલોલા તેમજ ઉપ પ્રમુખ તરીકે પ્રશાંત મહેશભાઇ વાજા ચૂંટાયેલ જાહેર થયા હતા.

છેલ્લા અઢી વર્ષથી સતા માટે વલખાં મારતા ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો આ જીતના નશામાં ભાજપ ભાન ભૂલ્યા હતા. અને મોટી સંખ્યામાં મુખ્ય બજારોમા રેલી  કાઢી હતી.

વંથલીના પ્રબુદ્ધ લોકોના જણાવ્યા મુજબ કોવિડ ૧૯ ના મહામારી સમયમા ભાજપે જાહેરનામુ તથા સોસિયલસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા, ત્યારે પોલીસ તંત્ર પગલાં ભરશે કે, નિયમો અને દંડ ફક્ત જાહેર જનતા માટે જ છે ? તેવી ગ્રામજનોમા ચર્ચા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.