Abtak Media Google News

કેટલીક પરીક્ષાઓ બબ્બે મહિના પાછળ ઠેલવાઈ: કુલ ૬૫ પરીક્ષામાં ફેરફાર: પરીક્ષાના સંચાલન માટેની બેઠક હજુ સુધી નથી મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વખત જાહેર થયેલી પરીક્ષાઓની તારીખમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. યુનિવર્સિટીની ૬૫ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કેટલીક પરીક્ષાઓ તો બબ્બે મહિના પાછળ ગઈ છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ નિતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેશાણીના કાર્યકાળમાં પરીક્ષાની એક વખત જાહેર થયેલી તારીખમાં ફેરફાર કરવા પડયા છે. જે અણઘડ વહીવટના નમૂનારૂપ છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે પરીક્ષાની અગાઉ સુચારા આયોજન માટેની બેઠક મળતી હોય છે. જો કે ચાલુ વર્ષે પરીક્ષાના સંચાલન માટેની ૪૭એ ની બેઠક હજુ સુધી નથી મળી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. જેને લઇને વિદ્યાર્થીઓ સાથે સુપરવિઝન કરનારા અધ્યાપકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે તેવુ લાગી રહ્યું છે.

પરીક્ષાની તારીખમાં ફેરફાર જેમાં બી.એ. ઈન્ટીરીયર ડિઝાઇન સેમ. ૧, સેમ.૩ અને ૫, બી.લિબ. સેમ. ૧ અને ૨, એમ.એ. ઓલ સેમ. ૧, એમ.એ.હોમસાયન્સ સેમ. ૧, એમ.લિબ. સેમ. ૧ અને ૨ તથા એમ.એલ.ડબલ્યુ સેમ. ૧ અને ૨, એમ.એસ.ડબલ્યુ સેમ.૧ અને ૩, બી.એડ. ન્યૂ સેમ. ૧, બી.એડ. ઓલ્ડ સેમ. ૧ અને ૨, બી.એડ. બેઝિક એજ્યુકેશન સહિત ન્યૂ સેમ. ૧, બી.એડ. બેઝિક એજયુ. ઓલ્ડ સેમ.૧ અને ૨, બી.એડ. અંગ્રેજી ન્યૂ સેમ. ૧, બી.એડ. અંગ્રેજી ઓલ્ડ સેમ. ૧ અને ૨, એમ.એડ. સેમ. ૧ અને ૩, એમ.ફિલ. એજ્યુકેશન ૧ અને ૨, બીએસ.સી. એફ.એસ.ટી. સેમ. ૧ થી ૬, ડી.પી.એચ.એસ. સેમ. ૧ થી ૪, એમ.સી.એ. સેમ. ૧, ૩ અને ૫, એમએસ.સી. ઓલ સેમ.૧ અને ૩, એમએસ.સી. ફિઝીક્સ એપ્લાયડ સેમ. ૧, ૩, ૫ અને ૭, એમએસ.સી. ઈ.સી.આઈ. સેમ. ૧, ૩, ૫, ૭ અને ૯, એમએસ.સી. આઈ.ટી. સેમ. ૧ અને ૩, એમએસ.સી. વાઈલ્ડ લાઈફ સેમ. ૧ અને ૩, પી.જી.ડી.એફ.એસ.ટી., પી.જી.ડી.એચ.એમ. સેમ. ૧ અને ૨, પીજીડીએચટીએ. સેમ. ૧ અને ૨, પી.જી.ડી.એસ.એ.આઈ.ટી. સેમ. ૧ અને ૨, બી.એ. એલ.એલ.બી. સેમ. ૧,૬,૭,૮ અને ૯, એક્ઝિમ લો સેમ. ૧ અને ૨, એલ.એલ.એમ. સેમ. ૧ અને ૩, એલ.એલ.એમ. હ્યુમન રાઇટસ સેમ. ૧ અને ૩, પી.જી.ડી.બી.એલ. સેમ. ૧ અને ૨, પી.જી.ડી.એફ.એસ. સેમ. ૧ અને ૨, પી.જી.ડી.એલ.પી.ઑ. સેમ. ૧ અને ૨, એમ.કોમ. સેમ. ૧, એમએસ.સી. સેમ. ૧ અને ૩ હોમસાયન્સ, બી.એચ.ટી.એમ. સેમ. ૧, ૩ અને ૭, ડિપ્લોમા ઈન બિઝનેસ મેનેજમેન્ટ ૧ અને ૩, એમ.બી.એ. બેંકિંગ ફિનાન્સ સેમ. ૧ અને ૩, એમ.બી.એ. સેમ. ૧ અને ૩, એમ.ફિલ. મેનેજમેન્ટ સેમ. ૧ અને ૨, પી.જી. ડિપ્લોમા ઈન હોસ્પિટાલ મેનેજમેન્ટ સેમ. ૧ અને ૨ તથા એમ.પ્લાન સેમ. ૧ અને ૨ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.

પ્રવેશ પ્રકિયા લાંબી ચાલી હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો: દેસાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વખત જાહેર થયેલી પરીક્ષાઓની તારીખમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. જેના જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પીજીની પ્રવેશ પ્રકિયા લાંબી ચાલી હોય જેને લઇને ૬૫ જેટલી પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હજુ પરીક્ષા દૂર હોય જેથી વિદ્યાર્થીઓને આ બાબતે કોઈ મુશ્કેલી ના ઉભી થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.