Abtak Media Google News

વધેલા શહેરીકરણ, અનિયમિત જીવન શૈલી, મહેનત વગરનાં કાર્યો, કસરત પ્રત્યે અભાવ અને જંકફૂડના વધેલા ચલણના કારણે ભારતીયોમાં હૃદયને લગતી બિમારી વધી હોવાનું તારણ

વિકસતી જાતી ટેકનોલોજીના કારણે દુનિયા નાની થતી જાય છે. જેથી, પ્રમાણમાં પછાત ગણાતા પૂર્વના દેશોમાં પશ્ચિમી દેશોનું સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાનું પ્રમાણ સતત વધતુ જાય છે. ભારતીય લોકોની લાઈફ સ્ટાઈલમાં પણ પશ્ચિમી રહેણીકરણનું અનુકરણ વધ્યું હોય બ્લડ પ્રેશર, હૃદયરોગ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા રોગોનું પ્રમાણ વધવાના કારણે દેશભરમાં હૃદયરોગની દવાના વેંચારમાં દર વર્ષે ચિંતાજનક રીતે ધરખમ વધારો થઈ રહ્યો છે.

ભારતમાં ઝડપથી થઈ રહેલા શહેરીકરણ, અસુરક્ષીત જીવનશૈલી, મહેનત વગરનું કાર્ય, કસરતનો અભાવ, જંકફુડનો વધેલો વપરાશ વગેરે કારણોસર છેલ્લા થોડા દાયકાથી હૃદયને લગતા રોગોનું પ્રમાણ વધવા પામ્યું છે. જેથી દેશમાં હૃદયને લગતા રોગની દવાના વેંચાણમાં ભારે વધારો થઈ રહ્યો છે. તાજેતરના આવેલા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના આંકડાઓમાં દર ત્રણ માસે હૃદયરોગને લગતી દવાના વેંચાણમાં ૧૪.૮ ટકા જેવો વધારો જોવા મળ્યો છે.

ચાલુ નાણાંકી વર્ષ ૨૦૧૯-૨૦માં પણ બે આંકડે પહોચેલો વેચાણ વધારો ચાલુ છે. ગત એપ્રીલ માસમાં હૃદયરોગને લગતી દવાના વેંચાણમાં ૧૩.૨ ટકાના વધારા સાથે આવી દવાનું વેચાણ રૂ.૧,૪૯૨ કરોડે પહોચ્યું હતુ તેમ ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટની માર્કેટ રિસર્ચવિંગ દ્વારા તૈયાર કરાયેલા રીપોર્ટમાં જણાવાયું છે ગત નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં હૃદયરોગને લગતી દવાનું કુલ વેંચાણ રૂ.૧૬,૫૨૩ કરોડે હતુ.

નિષ્ણાંતોના મત મુજબ હૃદયરોગની દવાના વેચાણમાં થઈ રહેલો સતત વધારો ભાતરમાં હૃદયને લગતી બિમારીના વધતા જતા પ્રમાણને દર્શાવે છે. આ અંગે ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટના ડીરેકટર અમીષ મશુરેકરે જણાવ્યું હતુ કે ભારતમાં ઝડપી બનેલા શહેરીકરણથી અસુરક્ષીત બનેલી જીવનશૈલી, મહેનત વગરના કાર્યો, કસરતનો અભાવ અને જંકફુડના વધેલા વપરાશથી દેશમાં હૃદય છે. લગતા રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

જયારે હૃદયરોગને લગતી દવાનું ઉત્પાદન કરતા એક ઉદ્યોગપતિએ આ અંગે જણાવ્યું હતુકે હૃદયના રોગોનાં વધતા પ્રમાણ ઉપરાંત આવા રોગોના ઉપલબ્ધ સારા નિદાન અને આવા રોગોમાં અસરકારક વિવિધ દવાઓનાં થયેલુ સંશોધન પણ જવાબદાર ગણી શકાય જીવનશૈલીને લગતી સમસ્યાના કારણે ગંભીર પ્રકારનાં રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ અને હૃદયરોગ જેવા જૂના રોગોની દવાઓની માંગ માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વભરનાં દેશોમાં વધી રહી છે.

ગુજરાતમાં થતા દવાઓનાં વેંચાણમાં ૩૦ ટકા વેંચાણ હૃદયરોગને લગતી દવાઓનાં વેંચાણમાં આવે છે. તેમ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્રસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના અલ્પેશ પટેલે જણાવીને ઉમેર્યુ હતુ કે આ ઉપરોકત તમામ બાબતોને લઈને બજારમાં ઉપલબ્ધ હૃદયરોગના દવાનું વેંચાણ વધ્યું છે. કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ અને જેનેરીક દવાને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે હૃદયરોગને લગતી દવાઓ સસ્તા ભાવે દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. જે સારી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.