Abtak Media Google News

આવતીકાલે આજીડેમ ચોકડીએ રાજકોટ શહેર-જિલ્લાના તમામ વેપારીઓ ધરણા-પ્રદર્શન કરશે

જુદી જુદી પડતર માંગણીઓના ઉકેલ અને આધારકાર્ડ સીસ્ટમ આધારીત વિતરણ વ્યવસનો વિરોધ કરી તા.૧લી માર્ચી હડતાલ પર ઉતરેલા સસ્તા અનાજના વિક્રેતાઓની હડતાલ આજે પાંચમા દિવસે પણ યાવત રહી છે. જો કે હજુ સુધી સરકાર કે, અધિકારીઓ સો કોઈ જ મંત્રણા ન તાં આજે રાજકોટ શહેરના સસ્તા અનાજના વિક્રેતા મહામંડળ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી ૨ કલાક સુધી રામધૂન બોલાવવામાં આવી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ રાજયના સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા સરકારની રીતિ-નીતિ સામે વિરોધ કરી આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ સામે વાંધો લઈ વારસાઈ, કમિશન વધારો સહિતની જુદી જુદી ૧૧ માંગણીઓ મુદ્દે તા.૧લી માર્ચી રાજય વ્યાપી હડતાલ શ‚ કરાઈ છે. જે આજે પાંચમાં દિવસે પણ યાવત રહી છે. આજે રાજકોટ શહેરના તમામ સસ્તા અનાજના વિક્રેતાઓ બહુમાળી નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્રીત યા હતા અને હારતોરા બાદ સતત ૨ કલાક સુધી રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ વ્યકત કર્યો હતો.

બીજી તરફ હડતાલને આજે પાંચમો દિવસો વિતવા છતાં સરકાર કે વહીવટી તંત્ર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓ સો મંત્રણા કે મિટીંગ કરવામાં આવી ની. પરિણામે ગરીબ મધ્યમ વર્ગના કુટુંબો અનાજ કેરોસીની વંચિત રહ્યાં છે અને હજુ પણ આ હડતાલ કયારે સમાપ્ત ાય તેવા પણ સંકેતો મળતા ની.

દરમિયાન આવતીકાલે પણ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન જારી રખાશે. આ અંગે રાજકોટ સસ્તા અનાજ વેપારી મંડળના ચેરમેન નરેન્દ્રભાઈ ડવે જણાવ્યું હતું કે, આવતીકાલે આજીડેમ ચોકડી ખાતે પંડિત દિનદયાળજીની પ્રતિમાને હારતોરા કરી રાજકોટ શહેર અને જિલ્લાના તમામ વિક્રેતાઓ ધરણા-પ્રદર્શન કરી વિરોધ વ્યકત કરશે.

હડતાલમાં તડા? જેતપુર, જામકંડોરણા, પડધરી, લોધીકામાં જાહેર વિતરણ વ્યવસ ચાલુ!

૧લી માર્ચી શ‚ યેલી સસ્તા અનાજના વેપારીઓની રાજય વ્યાપી હડતાલમાં રાજકોટ જિલ્લામાં તડા પડયા હોય તેવી સ્િિત વચ્ચે પડધરી, લોધીકા, જામકંડોરણા, જેતપુર, કોટડા અને ઉપલેટા તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ રાબેતા મુજબ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટ સસ્તા અનાજ વેપારી મંડળના ચેરમેન નરેન્દ્રભાઈ ડવે તેમની પાસે આવી કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.