Abtak Media Google News

વેપારીઓ પાસેથી રૂ.૯૧૫૦નો દંડ વસુલાયો

કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૩૯ પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન વિસ્તારમાં ધારા ગેસ રોડ, ગોકુલનગર મેઈન રોડ, લાખના બંગલા રોડ, નાનામવા રોડ સહિતના વિસ્તારોમાં ૧૮ દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૪.૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું અને વેપારીઓ પાસેથી રૂ.૨૨૦૦નો દંડ વસુલ કરાયો હતો. ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા મોરબી રોડ, ૮૦ ફુટ રોડ, આડો પેડક રોડ, કોઠારીયા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ૨૧ દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૭.૮ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૬૯૫૦નો દંડ વસુલ કરાયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.