Abtak Media Google News

એરપોર્ટ પર હેન્ડમ સેમ્પલીંગ, સાવચેતીના પગલાં અને લોકોને ફરજિયાત પણે માસ્ક સહિતની સાવચેતી રાખવા આદેશ

ચીનમાં ફરીથી કોરોનાના નવા વેરીએન્ટના હાહાકારના પગલે ભારતે પણ સાવચેતીના તમામ પગલાના આદેશો જારી કરી દીધા છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કોરોના સામે સંભવિત તમામ સાવચેતીના પગલાં ની તાકીદ કરીને તંત્રને સાબદે રહેવા આદેશ કરી દીધા છે દરમિયાન સાવચેતીના પગલાં અને ખાસ કરીને રાજ્યભરમાં જાહેર સ્થળો અને મુસાફરી દરમિયાન લોકોને માસ્ક પહેરવાની તકેદારી સહિતના આદેશો આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તકેદારી માટે મૂકવામાં આવેલા ભરોસા પર દરેક નાગરિકે ખરા ઉતારવાની મુખ્યમંત્રીએ હિમાયત કરી છે

આવતીકાલથી રાજ્યના તમામ એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલની સાથે સાથે બુસ્ટર રોજ માટે પણ તંત્રને સાતદે કરી દેવામાં આવ્યું છે

દરમિયાન ભારત બાયોટેક ની નોંધેલ રસીને બુસ્ટર ડોઝ તરીકેની મંજૂરી મળી ગઈ છે ત્યારે અન્ય વ્યક્તિને લીધેલા હોય તેવા લોકોને પણ નોઝલની રસી માટે માયત કરવામાં આવી છે રાજ્યભરમાં ગઝલ રસી માટે કિંમત ચૂકવવી પડશે લેઝર વ્યક્તિને મંજૂરી મળતા બુસ્ટર ડોજ ની સવલત હાથ વાગી બની ગઈ છે

ચીનમાં કોરોનાના ઉપદ્રવના પગલે શરૂ થયેલી હિજરત માં ખાસ કરીને વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર જ રેન્ડમ સેમ્પલિંગ ની સવલત ઉભી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર મામલા પર ચાંપતી નજર રાખીને ગુજરાતમાં કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવાઈ જાય તે માટે તંત્રને સાબે રહેવાની સાથે સાથે લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી છે. ચીન સહિતના વિદેશમાં કોરોનાના ભારે આક્રમણ ની અસર હજુ ભારતમાં નથી અને તેમાં પણ ગુજરાતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે ચેતતા નર સદા સુખી ની જેમ ગુજરાતમાં કોરોનાના ડરથી ફફળવાના બદલે કોરોના સામે સાવચેતી રાખી આ વિકટ પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે તંત્રને સાદે કરી દેવામાં આવ્યું છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.