પ.પૂ.ભવ્યમુનિજી મહારાજના તપ અનુમોદનાનો નતમસ્તક ધર્મલાભ લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ગોંડલ ગચ્છ તપસ્વીરાજ

 

અબતક, રાજકોટ

ગુજરાત રાજયના ધર્મપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગોંડલ સંપ્રદાયના જસ પરિવારના સ્થવીર ગુરુભગવંત સ્વ. પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન ચારિત્રનિષ્ઠ તપસ્વીરાજ પરમ પૂજય ગુરુભગવંત બા.બ્ર.શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનશન આરાધક પ. પૂ.શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબના સંધારાની સાધનાની અનુમોદના માટે વંદન સહ નત્મસ્તક નમસ્કાર દ્વારા અનુમોદનાની મહાલાભ લીધો હતો.

આજે તા. 11 જાન્યુઆરી 2022ના રોજ સંથારાસાધક પરમ પૂજયશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબને પ1 મો ઉપવાસ અને સંથારાનો 21મો દિવસ છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો, આધ્યાત્મિક ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, સરકારી પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, ગામો-ગામના શ્રેષ્ઠીવયોં, ઉદ્યોગપતિઓ, તેમજ ભારતભરના અનેક જૈનધર્મપ્રમેઓએ પણ ગોંડલગચ્છના રત્ન અનશન આરાધક તપસ્વીરાજ પરમ પૂજયશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબના દર્શન-વદંન તથા પૂજયશ્રીના મુખે પ્રતિજ્ઞા-પ્રત્યાખ્યાન- વ્રત-નિયમ ધારણ કરવાનો અપૂર્વ અને અદ્ભૂત એવો મહાલાભ લેવાય રહ્યો છે.

ગામો-ગામથી પધારતા દર્શનાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુયોગ્ય વ્યવસ્થા પણ શ્રી ઋષભદેવ સ્થાકવાસી જૈન સંઘ, રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.

નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર ધારણ કર્યા બાદ તપસ્વીરાજ પરમ પૂજય શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબે અનંત-અનંત ઉપકારી પૂજય રાજગુરુભગવંત ત્યારબાદ પરમ પૂજય શ્રી હર્ષમુનિજી મહારાજ સાહેબ, બા.બ્ર. પરમ પૂજય શ્રી રત્નોમુનિજી મહારાજ સાહેબ, બા.બ્ર. પ. પ.શ્રી તત્ત્વજ્ઞમુનિજી મહારાજ સાહેબને ક્રમશ: વંદના-નમસ્કાર કરેલ તેમજ પૂજયશ્રીઓના ગુણકિર્તન અને ફરી-ફરી ક્ષમાયાચના કરેલ તથા સર્વે મહાસતીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓને પણ ક્ષમાયાચના કરેલ.

તપસ્વી મુનિરાજના પ્રત્યક્ષ દર્શનનો મહાલાભ સવારે 9.30 થી 12.30 અને બપોરે 3.30 થી 5.00 દરમિયાન મળવાની શકયતા વધારે હોય છે.

શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ, રાજકોટના પ્રમુખ રમેશભાઇ દુર્લભજીભાઇ વિરાણી, સ્થાપક સભ્ય પંકજભાઇ જયસુખલાલ શાહ, ઉપપ્રમુખ પરેશભાઇ ચંદ્રકાન્તભાઇ પટેલ, સ્થાપક સભ્ય  દિલીપભાઇ જયંતીલાલ સખપરા,  પ્રતિકભાઇ સુરેશભાઇ કામદાર આદિ અગ્રણીઓ તથા શ્રી ઋષભદેવ સંઘ-સંચાલિત બધા જ સંઘોના સેવાભાવી શ્રાવક-શ્રાવિકાજીઓ અંતરના અહોભાવથી ગામો-ગામથી પધારેલ દર્શનાર્થીઓની ભાવપૂર્વક સેવા કરી રહેલ છે.