Abtak Media Google News

છઠ્ઠા દિવસની સંવાદ યાત્રામાં એક પ્રશ્ન હતો કે લગ્ન પહેલા અભક્ષ આહાર કર્યો અને ખૂબ દૂર્વિચાર આવે છે.બાપુએ કહ્યું કે નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ આત્મનિવેદન છે.ભૂલ કોણ નથી કરતું? પણ આપે આત્માનિવેદન કર્યું છે,હવે ભૂલી જાઓ! બાપુએ માછીમારના ટંડેલ પરિવાર વિશેની વાત કરી અને પાંડુરંગ દાદાને યાદ કરતા કહ્યું કે 65થી વધારે વર્ષોથી હું પણ જ્ઞાનફેરી,ભક્તિફેરી કર્મફેરી કરી રહ્યો છું. વિચારભેદ હોય વિવેકભેદ ના હોવો જોઈએ. દરેક વિચારો સાથે સહમતિ ન પણ હોય પણ વિવેક ક્યારેય પડવો ન જોઈએ.

Advertisement

શંકરાચાર્યજીએ લખ્યું: ચિંતનીય-અચિંતનીય, વચનીય,કથનીય અકથનીય કૃત્ય અને અકૃત્ય બધાથી બહાર હોય એ સહજ સંન્યાસ છે. જે સહજ હોય છે એ પોતે નથી કરતો પણ એની પાસે કોઈક કરાવે છે, કોઈ બોલાવે છે, કોઈ નચાવે છે.

એક રાજા એવી જગ્યાએ જવા માંગતો હતો જ્યાં આનંદ અને આનંદ જ મળે.નદીના કિનારે ગયો પૂછ્યું તો સામે કિનારે રહેનારા બધા ખૂબ જ બેઈમાન માણસો છે એવું સાંભળ્યું.એ કિનારે ગયો તો એની સામેના કિનારે પણ એ જ વાત કરી. દરેકને પોતાનું સત્ય સત્ય લાગે બીજાનું સત્ય અસત્ય લાગતું હતું.

આપણા ચાર આચાર્યોના ગ્રંથો ભાષ્ય બ્રહ્મસૂત્ર વગેરે પરના ભાષ્ય જુઓ તો લાગે કે વિચારભેદ છે કારણ કે દ્વેત,અદ્વૈત,વિશિષ્ટ દ્વેત,દ્વૈતાદ્વૈત પરંતુ કોઈ આચાર્યમાં વિવેક ભેદ નથી. વિચારભેદ હોવો જ જોઈએ દરેકને પોતપોતાની નીજતા હોવી જોઈએ. માત્ર સાધુ શબ્દથી યજ્ઞ તપ દાન અને જપનું ફળ મળે છે એવું બ્રાહ્મણોને વેદ કહે છે. વિશ્વ કલ્યાણ માટે આવેલા સાધુને સમાજ સતાવવા સિવાય કંઈ આપી શકતો નથી. એક અસ્ત્ર હોય છે.એક શસ્ત્ર. શસ્ત્ર નજીકથી મારી શકાય,અસ્ત્રથી દૂર સુધી પ્રહાર કરી શકાય. સુબાહુને શસ્ત્રથી,મારિચને અસ્ત્રથી મારવામાં આવ્યો. કોઈ નજીકથી પ્રહાર કરે કોઈ દૂરથી પ્રહાર કરે છે.રાજા જ્યાં ગયો સામેના કિનારા માટે ખરાબ સાંભળ્યું. એક જગ્યાએ આવ્યો જ્યાં કિનારા પૂરા થતા હતા રાજાએ ત્યાં મકાન બનાવી ઉપર નામ લખ્યું:નૈતિ.

આપણે સાધુ નથી પણ સાધુના તો છીએ ને! ઓશો નથી પણ ઓશોના તો છીએ! ગુરુના થઈ જાય છે એને ખબર પડે છે કે ગુરુ શું શું કરે છે. ગુરુનું થવું પણ પર્યાપ્ત છે.મૌન બિલકુલ અથવા તો હૃદયનો પ્રેમ હોય એને યાદ કરો એ પણ સાધના છે. કબીરની બે પંક્તિઓમાં સંન્યાસની વ્યાખ્યા કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.