Abtak Media Google News

રૂ.૧૪૪ કરોડના ખર્ચે બનનારા ૨૬૫૬ સ્માર્ટ ઘર અને રૂ.૧.૮૧ કરોડના ખર્ચે ભગવતીપરા મેઈન રોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે

દિવસ દરમિયાન ૪૪ વખત ખોલબંધ તા રેલવે ફાટકમાંી મુક્તિ અપાવવા માટે મહાપાલિકા દ્વારા ૩૦ કરોડના ખર્ચે મોરબી રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આગામી ૯મી જૂનના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે સાંજે ૫ કલાકે આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે તેમ આજે પત્રકારોને માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, શહેરના મોરબી રોડ પર આવેલુ રેલવે ફાટક દિવસ દરમિયાન ૪૪ વખત બંધ તું હતું. જેના કારણે સામાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહાપાલિકા દ્વારા અહીં ૩૦ કરોડ ‚પિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે. જેનું કામ હાલ પૂર્ણ ઈ ગયું છે. આ બ્રિજના લોકાર્પણ માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો તેઓએ સ્વીકાર કર્યો છે. આગામી તા.૯મી જૂનના રોજ સાંજે ૫ કલાકે મુખ્યમંત્રીના હસ્તે મોરબી રોડ ઓવરબ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. સાો સા મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૪માં સોરઠીયાવાડી, ૮૦ ફૂટ રોડ ખાતે અને વોર્ડ નં.૪માં ભગવતીપરા ખાતે ‚ા.૧૪૪ કરોડના ખર્ચે બનનારા ૨૬૫૬ આવાસ અને શોપીંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સો સો ભગવતીપરા મેઈન રોડને ડેવલોપ કરવા માટે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ‚ા.૧.૮૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.