Abtak Media Google News

પ્રથમ મેચનો ટોસ ઉછાળતા વિજયભાઈ રૂપાણી: ૧૨ ઓવરમાં ૮૮ રન બનાવી બ્લેક ટાઈગર એવેન્જર્સ ઈલેવનની સામે વિજેતા: બીજી મેચમાં દ્વારકાધીશ ઈલેવને ૨૦ રનથી રોયલ ઈલેવનને હરાવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અતિ વ્યસ્ત શેડયુલમાંથી કિંમતી સમય ફાળવીને આ ટુર્નામેન્ટનાં ઉદઘાટન પ્રસંગે હાજરી આપેલી અને તેમની સાથે શહેરના નામાંકિત વેપારીઓ તથા ભાજપ અગ્રણીઓ પણ હાજર રહેલા.

આ પ્રસંગે સૌપ્રથમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ ભવ્યાતિભવ્ય આધુનિક આતશબાજી કરવામાં આવેલી અને ત્યારબાદ મુખ્યમંત્રીનાં હસ્તે આ ટુર્નામેન્ટનો ડ્રો બહાર પાડવામાં આવેલ અને પ્રથમ મેચ શહેર યુવા ભાજપના મંત્રી પાર્થરાજસિંહ ચૌહાણની એવેન્જર્સ ઈલેવન તથા મંત્રી કુલદિપસિંહ જાડેજાની બ્લેક ટાઈગરનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મેચનો ટોસ થયેલ જેમાં ટોસ બ્લેક ટાઈગરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધેલ અને તેઓએ ૧૨ ઓવરમાં ૮૮ રન કરેલા અને સામે એવેન્જર્સ ઈલેવને ૫૭ રન કરેલા અને અંતમાં બ્લેક ટાઈગર વિજેતા થયેલ અને મેન ઓફ ધ મેચ બ્લેક ટાઈગરના કેપ્ટન કુલદિપસિંહ જાડેજાને મેન ઓફ ધ મેચ ઘોષીત કરેલ હતા અને આ ટીમને વોર્ડ નં.૭ની ટીમ દ્વારા વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચને જાજરમાન ઈનામ આપેલ હતું અને રનર્સ અપ ટીમને સોશીયલ મીડીયા ટીમના નિકુંજભાઈ વૈદ્ય, જયભાઈ ગજજર, મીતભાઈ, હિતેષભાઈ ઢોલરીયા, ધ્રુવ રાજા, હિરેનભાઈ ગાંગાણી દ્વારા ઈનામ આપવામાં આવેલ હતું.

ત્યારબાદ આ ટુર્નામેન્ટનો દ્વિતીય મેચ રોયલ ઈલેવન તથા દ્વારકાધીશ ઈલેવન વચ્ચે મેચ રમાયેલ અને આ મેચનો ટોસ શહેર યુવા ભાજપનાં પ્રમુખ પ્રદિપભાઈ ડવ, રૂષભભાઈ રૂપાણી તથા બાબુભાઈ પરમાર દ્વારા થયેલ હતો અને રોયલ ઈલેવન ટોસ જીતીને દાવ આપેલ હતો અને દ્વારકાધીશ ઈલેવને પ્રથમ બેટીંગમાં ૮૯ રન કરેલ રોયલ ઈલેવન ૬૯ રન કરેલ અને અંતમાં દ્વારકાધીશ ઈલેવન વિજેતા થયેલ અને મેન ઓફ ધ મેચ આશીષભાઈ થયેલ અને વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચને અશોકભાઈ સામાણી દ્વારા ઝાઝરમાન ઈનામ આપવામાં આવેલ હતું.4 2 1

આ ઉદઘાટન પ્રસંગે શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, નેહલભાઈ શુકલ, દલસુખ જાગાણી, અજય પરમાર, મીનાબેન પારેખ, માવજીભાઈ ડોડીયા, કાશ્મીરાબેન નથવાણી, હરીભાઈ ડોડીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંહ વાળા, ડી.વી.મહેતા, પ્રદીપ ડવ, ડો.અમિતભાઈ હપાણી, નટુભાઈ ચાવડા તથા શહેરના નામાંકિત વેપારીઓ ચમનભાઈ લોઢીયા, અરવિંદભાઈ રાણપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.4 3 1

આ ટુર્નામેન્ટ દરમ્યાન દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ અને રનર્સ-અપ ટીમને પણ જુદા-જુદા પુરસ્કારો પણ આપવામાં આવશે. તેમજ ટુર્નામેન્ટની મેન ઓફ ધ સીરીઝની વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર વિગેરેને ઝાઝરમાન ઈનામો આપવામાં આવશે. તેમજ સોશ્યલ મીડીયા મારફત ફેસબુક, યુ-ટયુબ વિગેરેમાં તમામ મેચોનું લાઈવ પ્રસારણ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ અમ્પાયરો, સ્ક્રોરર, ગ્રાઉન્ડમેન વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.