Abtak Media Google News

રૂ.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામો ખુલ્લા મુકાયા

ગીર સોમનાથ તા.૧૬, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્રારા સોમનાથ ખાતે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરી પ્રવાસી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભારત સરકાર દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ખાતે રૂા.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ જુદા-જુદા વિકાસ કામોનું લોકાર્પણ સંપન્ન કરાયું છે.

સોમનાથ ખાતે ટુરિસ્ટ ફેસેલીટેશન સેન્ટર, ટોઈલેટ-બાથરૂમ અને કલોક રૂમ, ફ્રી પીકઅપ/ડ્રોપ બસ સેન્ટર, સોલાર પાર્કિંગ, વેઈટીંગ રૂમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, લાઈબ્રેરી, સતસંગ હોલ, શોવેનીયર શોપ અને પ્રવાસી માહિતી કેન્દ્ર સહિતની સવલતનો પ્રવાસીઓને નિશૂલ્ક લાભ મળશે. ઉપરાંત ૫૦૦ ટુ વ્હિલર, ૭૫૬ કાર અને ૮૧ બસની મર્યાદા ધરાવતુ વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાએ રિબીન કાપી ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, અગ્રણીશ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, ડાયાભાઈ જાલોંધરા, કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સહિતના સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.