Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ જામનગર સહિત ની સ્થિતી ની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર થી વાતચીત કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો

Advertisement
Vijay Rupani 1

તેમણે રાજકોટ શહેર  અને જિલ્લામાં થયેલા અતિ વરસાદ ની માહિતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે  વિગતે વાત કરી મેળવી હતી

રાજકોટ  શહેર માં નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયાં છે તેવા સ્થળો એ બચાવ અને મદદ માટે વડોદરા થી આર્મી ની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે

જામનગર અને નવસારી થી એન ડી આર એફ ની  ટીમને પણ રાજકોટ પહોંચાડવા માં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.