Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટી અને નારી શકિત એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ૮ માર્ચના રોજ રાજકોટ ખાતે ૨૨૨ મહિલા આર્ટીસ્ટોનું મેગા આર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતું.

Advertisement

આ પ્રસંગે રાજકોટના યુવરાણી કાદમ્બરીદેવી મુખ્ય મહેમાન તરીકે તથા સંધ્યા ગેહલોત સુરક્ષા સેતુ તરફથી હાજર રહ્યા હતા. આ પ્રદર્શનને ૩ રેકોર્ડ નોંધાતા તેનું ગાંધીનગર ખાતે ૧૫ આર્ટીસ્ટો સહિત સુરક્ષા સેતુને આ રેકોર્ડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આયોજક ડો.અજયસિંહ જાડેજાએ સ્વિકાર્યો હતો. જયારે આ એવોર્ડ કમિશનર ઓફિસ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અર્પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.