Abtak Media Google News

૧૦ હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરાશે: યુવક મહોત્સવમાં ૩૨૦૦થી વધુ સ્પર્ધકો અને ૧૦ હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે

પ્રથમ આવનારને રૂ’.૫ હજાર, દ્વિતિયને રૂ.૩ હજાર અને તૃતિયને રૂ’.૨ હજાર રોકડ પુરસ્કાર અને સર્ટિફીકેટ આપવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યુવાનોમાં રહેલતી સુષુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહ્તિ અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિ વર્ષ યુંવક મહોત્સવનું આયોજન થાય છે. તે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.૮,૯ અને ૧૦ ઓકટોબર એમ ત્રણ દિવસ ૪૮માં યુવક મહોત્સવ થનગનાટ ૨૦૧૮નું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામા આવેલ છે.

Advertisement

સૌ.યુનિ. ના ૪૮મા યુવક મહોત્સવ થનગનાટ ૨૦૧૮નું ઉદઘાટન તા.૮-૧૦-૨૦૧૮ના રોજ સવારે ૯.૪૫ કલાકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ લોકસાહિત્યકાર પદ્મ ભીખુદાન ગઢવી હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા તેમજ લોકગાયક બીહારીભાઈ હેમુભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

સૌ.યુનિ. કેમ્પસ ખાતે યોજાનાર ૪૮માં યુવક મહોત્સવમાં સૌ.યુનિ. સંલગ્ન જીલલાઓની કોલેજોના આશરે ૩૨૦૦થી વધુ સ્પર્ધકો ૩૩ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. અને આ સ્પર્ધાઓમાં વિવિધ ક્ષેત્રના ૧૦૦ જેટલા તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવાઓ આપનાર છે. યુવક મહોત્સવની આયોજન અને વ્યવસ્થા સંદર્ભમાં સૌ.યુનિ.ના કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેના અધ્યક્ષ સ્થાને સિન્ડીકેટ સભ્યોની યોજાયેલી મીટીંગમાં યુવક મહોત્સવ અને ટેબલેટ વિતરણના કાર્યક્રમનાં અનુસંધાને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સિન્ડીકેટ સભ્યઓ સર્વ ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. મેહુલભાઈ રૂપાણી, ડો. વિજયભાઈ પટેલ, ડો ગીરીભાઈ ભીમાણી,પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નેહલભાઈ શુકલ,ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર, ડો. વિજયભાઈ દેશાણી, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. પ્રફૂલ્લાબેન રાવલ, ડો. ધરમભાઈ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા, ડો.ભરતભાઈ રામાનુજ, ડો. વિમલભાઈ પરમાર, ડો. ભરતભાઈ વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં યુવક મહોત્સવનાં સંદર્ભમાં તમામ વ્યવસ્થા, આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સંકલન કરવામાં આવેલ હતુ અને સંલગ્ન કોલેજોનાં આચાર્યઓ, સંચાલકઓ, સ્પર્ધકો અને વિદ્યાર્થીઓને કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ હતો.

સૌ.યુનિ.ના ૪૮મા યુવક મહોત્સવના ઉદઘાટનમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં ગુજરાતનાં વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળાના ગ્રુપ દ્વારા પ્રાચીન છત્રી રાસ રજૂ કરવામાં આવશે તેમજ પ્રખ્યાત સીદી બાદશાહના ગ્રુપ દ્વારા ધમાલ નૃત્યની પ્રતિકૃતી રજૂ કરવામાં આવનાર છે.

આ યુવક મહોત્સવમાં ભાગ લેતા સ્પર્ધકોને પ્રોત્સાહન મળી રહે તે માટે આ યુવક મહોત્સવમાં ૩૩ ઈવેન્ટમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનારને આ વર્ષે રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને સ્પર્ધકોને અનુક્રમે પ્રથમને રૂ.૫૦૦૦, દ્વિતિયને રૂ.૩૦૦૦ અને તૃતીય આવનારને રૂ.૨૦૦૦ અને તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યુવક મહોત્સવમાં યુવાનોનો થનગનાટ અને ઉત્સાહ વધે તે માટે પ્રથમવાર કોલેજોમાં ‘ફલેસ મોબ’નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ પ્રથમવાર એસ.એમ.એસ.વોઈસ કોલ તેમજ વોટસએપના માધ્યમથી વિદ્યાર્થીઓને યુવક મહોત્સવની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ છે.

યુવક મહોત્સવની સાથે સાથે આ કાર્યક્રમમાં સૌ.યુનિ. કાર્યક્ષેત્ર વિસ્તારનાં પાંચ જીલ્લાઓની ૧૫૦ કોલજોનાં કુલ ૩૩૨૯૪થી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણના કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા છે. અને તા.૮ના રોજ પ્રથમ ફેઈઝમાં કુલ ૧૦૦૦૦ ટેબલેટનું વિતરણ ગુજરાત રાજયના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે. અને બાકીના બીજા ટેબલલેટસનું વિતરણ બીજા ફેઈઝમાં કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ધો.૧૨ પાસ કરનાર અને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અંદાજે કુલ ૩ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આ ટેબલેટથી ગુજરાતનો વિદ્યાર્થી કોલેજના પ્રથમ વર્ષથી જ ટેકનોસેવી બનશે.

આ યુવક મહોત્સવ તથા ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં આશરે ૧૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ.યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે તથા કુલસચીવ ડો.ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ૨૦ કમીટીઓની રચના કરવામાં આવેલ છે. અને આ કમીટીઓ દ્વારા સદરહુ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.