Abtak Media Google News

પેરેડાઈઝ હોલ પાસેના કાર્યક્રમમાં લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, ચાર શાળાના બિલ્ડીંગ તેમજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકના કાર્યક્રમમાં મહાપાલિકા અને રૂડાની આવાસા યોજના, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે આવતીકાલે કુલ રૂ.૨૨૨.૬ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૦૯માં પેરેડાઇઝ હોલની સામે, સાધુ વાસવાણી રોડ પાસે કુલ રૂ.૫.૨૭ કરોડના ખર્ચે કુલ ૩૫,૦૦૦ ચો.ફૂટના બાંધકામ સાથે અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે.

લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાંચનાલય, ઓફિસ, ડીસપ્લે એરીયા, મિટિંગ રૂમ, સ્ટોરેજ, રેફરન્સ રીડીંગ એરિયા, પીરીયોડીકલ રીડીંગ એરિયા, ન્યુઝપેપર સેક્શન, રીસેપ્શન/વેઈટીંગ, ચિલ્ડ્રન સેક્શન, ઓપન એર થીએટર, ઇન્ટરનેટ ઝોન, ડીજીટલ લાઇબ્રેરી, પ્રથમ માળે વાંચનાલય, સ્પે. રીડીંગ સેક્શન ની સુવિધા, બીજા માળે રીડીંગ ઝોન, ઓડીઓ વિઝ્યુઅલ રૂમ તેમજ ત્રીજા માળે સ્ટોર સહીતની અદ્યતન સુવિધા આપવામાં આવેલ છે.

લાઈબ્રેરીમાં આકર્ષક ઇન્ટીરીયર વર્ક, જેમાં તમામ પ્રકારનાં ટેબલ, ખુરશીઓ, રિસેપ્શન કાઉન્ટર, થીયેટર માટે પ્રોજેક્ટર તેમજ સ્ક્રીન્સ, સીસીટીવી કેમેરા, સોફાસેટ, ચિલ્ડ્રન રૂમ માટે જરૂરી ફર્નીચર, સ્ટેન્ડિંગ એસી, સ્પ્લીટ એસી, એલઈડી પ્રોફાઈલ લાઈટ્સ, પડદા, ઇન્ફોર્મેશન કિયોસ્ક, બુક્સ રાખવા માટે રેક, એન્ટ્રન્સ દીવાલ માટે વોલ આર્ટ, જનરલ ઇલેક્ટ્રિક વર્ક, કલરફુલ આકર્ષક એલીવેશન તેમજ વિશાળ પાર્કિંગ સહીતની અદ્યતન સુવિધા આપવામાં આવેલ છે.

વોર્ડ નં.૯માં વોર્ડ ઓફિસ સામે ટી.પી.સ્કીમ નં.૪, એફ.પી.નં.૬૩૪માં કોમ્યુનીટી હોલ માટેના પ્લોેટનું ક્ષેત્રફળ રર૫ર ચોરસ મીટર, (ર૪ર૩ર ચોરસ ફુટ), ગ્રાઉન્ડમ ફલોર ૧૪૪૦ ચોરસ મીટર, (૧૫૫૦૦ ચોરસ ફુટ) (વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ), ફર્સ્ટ ફલોર ૧૪ર૦ ચોરસ મીટર, (૧૫ર૮૦ ચોરસ ફુટ) અંદાજીત ૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનીટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોઇલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા  તેમજ ડાઇનીંગ હોલ, કીચન, સ્ટોરર અને વોશીંગની સુવિધા, સેક્ધડટ ફલોર (એ.સી.) ૧૪ર૦ ચોરસ મીટર, (૧૫ર૮૦ ચોરસ ફુટ) (અંદાજીત ૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુ નીટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોઇલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા તેમજ ડાઇનીંગ હોલ, કીચન, સ્ટો ર અને વોશીંગની સુવિધા), મંજુર રકમ રૂા.૮.૫૧ કરોડ, અન્યસ સુવિધાઓ જેવી કે,  એનર્જી ઇફ્રીસીન્સી્ માટે એલ.ઇ.ડી. લાઇટસ, સંપૂર્ણ હવા-ઉજાશ મળી રહે, તે મુજબનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે. એક હોલ સેન્ટ્રસલી એરક્ધડીશન (એ.સી.), મોડર્ન એલીવેશન. ડીઝલ જનરેટરની વ્યોવસ્થાી, પેસેન્જીર લીફટ ર-નંગ તથા કીચન માટે સર્વિસ લીફટ ૧-નંગ તેમજ ડબલ પ્લમ્બીંનગ સીસ્ટનમ તથા ફાયર સેફટી સીસ્ટટમ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સરકારની મહત્વકાંક્ષી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઓછો અને સાક્ષરતામાં લૈંગિક તફાવત રાષ્ટ્રીય દર કરતા ઉંચો હોય તેવા વિસ્તારમાં ૧૧ થી ૧૬ વર્ષની કદીએ શાળાએ ન્ ગયેલી અને અધ્ધ વચ્ચેથી શાળા છોડી ગયેલી ક્ધયાઓ માટે કાર્યરત છે. જેમાં ૭૫% એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટી અને અન્ય જાતિની ક્ધયાઓ તેમજ સ્થળાંતર કરતા અને છુટા છવાયા વિસ્તારોમાં વસવાટ કરતા વાલીઓની અને ૨૫% ગરીબી રેખા નીચેના વાલીની ક્ધયાઓનો સમાવેશ કરવામાં આવે છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગનું નિર્માણ અંદાજીત રકમ રૂ.૧૩૯ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. અને જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રાથમિક શાળા નં.૧૯ના નવા ૪(ચાર) રૂમનું બાંધકામ અંદાજીત રકમ રૂ.૪૨.૦૭ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. આ વિદ્યાલયના ૫૦દીકરીઓની મંજૂરી મળેલ છે અને હાલ રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિક શાળા નં.૫માં વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ કરવામાં આવેલ છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગમા ભવિષ્યને ધ્યાનમાં રાખી ૧૦૦ દીકરીઓ રહી શકે તેવી સુવિધા આધુનિક બીન્દીંગ તૈયાર કરવામાં આવનાર છે. સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯ મહેશ્વરી સોસાયટીનું બિલ્ડીંગનું રૂ.૮૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે. મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮ના બિલ્ડીંગનું રૂ.૭૫.૦૦ લાખના ખર્ચે નિર્માણ કવામાં આવેલ છે.

પેરેડાઈઝ હોલ સામે યોજાનાર કાર્યક્રમમાં લાઇબ્રેરીનું લોકાર્પણ, કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત, ચાર શાળાઓના નવા બિલ્ડીંગ, નવા રૂમ વગેરેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, અને સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓનું મુખ્યમંત્રીના વરદ હસ્તે થનાર છે.

જ્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં યોજાનાર કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના હેઠળના ૩૧૪ આવાસ અને ૨૦ દુકાનોનું લોકાર્પણ. રૂડા દ્વારા વિવિધ કેટેગરીમાં નિર્માણ પામનાર કુલ ૧૧૧૮ આવાસોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, કોઠારીયા ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને રૈયા ખાતેના સ્કાડા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, પેરેડાઈઝ હોલ સામે યોજાનાર કાર્યક્રમમાં રૂ.૧૭.૧૨ કરોડના ખર્ચના વિવિધ પ્રોજેક્ટસ તેમજ ત્યારબાદ સવારે ૧૧.૪૫ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં યોજાનાર કાર્યક્રમમાં રૂ. ૨૦૫.૪૮ કરોડના જુદાજુદા પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે.

હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે કુલ પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસની મળીને કુલ ૨૩૭ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા છે. વધુમાં, માધાપર ૮૦ એમએલડી ક્ષમતાના એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસનું બાંધકામ હાલ ચાલુ છે. જે પૂર્ણ થઇ કુલ સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા ૩૧૭ એમએલડી થશે.

શહેરની અંદાજે ૮૫% જેટલી વસ્તીને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવાયેલ છે. તેમજ માર્ચ-૨૦૨૦ સુધીમાં અંદાજે ૯૦% જેટલી વસ્તીને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવાશે.

વોર્ડ નં.૦૧માં અમૃત યોજના અંતર્ગત રૈયાધાર ખાતે હયાત ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં નવો ૫૦ એમએલડી ક્ષમતાનો ઝીરો લીકવીડ ડીસ્ચાર્જ પ્રકારનો આધુનિક સંપૂર્ણ એસસીએડીએ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ૩.૦૧ એમએલ ઇ.એસ.આર. અને  ૧૮.૬ એમએલ જી.એસ.આર. બનાવવાનું કામ રૂ.૨૯.૭૩ કરોડ રૂ.૨૮.૦૯ કરોડ(કેપિટલ)+રૂ.૧.૬૪ કરોડ(૦૫ વર્ષનો ઓ એન્ડ એમ) આ પ્લાન્ટ ઝીરો લીકવીડ ડીસ્ચાર્જ પ્રકારનો બનાવવાનો હોય, જેમાં ફિલ્ટર બેડને  બેક-વોશ કરતા તેમાંથી નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે એસસીએડીએ આધારીત થશે. વેસ્ટ ઝોનનાં અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તી ધરાવતા મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩નાં વિસ્તારોને પાણી સપ્લાયનો લાભ મળશે.

તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

બપોરે ૧:૦૦કલાકે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ આયોજિત ખાતે ઓડિટોરિયમના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫ કલાકે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. ત્યાર બાદસાંજે ૭:૦૦ કલાકે હેમુ ગઢવી હોલમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૭:૩૦ વાગ્યે અક્ષર મંદિરના સભાખંડમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડિરેક્ટરીના વિમોચન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.