Abtak Media Google News


આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતગર્ત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી. આ દિવસે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીને નન્હી પરી અવતરણ તરીકે વધાવવામાં આવી રહી છે. આજે અવતરિત થનાર દીકરીઓના પરિવારજનોને એકતરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરતાં સગૌરવ આનંદ અનુભવી રહ્યો છું.સાથો સાથ ગુલાબનું ફૂલ, મિઠાઇ અને સાથેની મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને આવકાર આપવામાં આવી રહ્યો છે. મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે, તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ વખતના બજેટમાં પણ ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર આયોજન કરાયું છે.

Img 20180308 Wa00233

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.