Abtak Media Google News

વાલ્ડીવોસ્ટોક ખાતે ડાયમંડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઉદ્યોગ સાહસિકોના યુનિટસની મુલાકાત લીધી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રશિયાના વાલ્ડીવોસ્ટોકના પ્રવાસ બાદ અત્યારે અમદાવાદ આવવા રવાના યા છે. પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના લલિતભાઈ અદાણીની એમ. સુરેશ એન્ડ કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીનું ખાતમુહૂર્ત ૧૫ ઓગષ્ટથી કરવામાં આવશે. જેમની કંપનીમાં ૨૦૦ જેટલા કર્મચારીઓ કામ કરશે. આ ઉપરાંત વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણીની ડાયમન્ડની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણી છેલ્લા ૧૮ વર્ષથી ડાયમન્ડની ફેક્ટરી ધરાવે છે જેમની ફેક્ટરીમાં આશરે ૫૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં ૩૫૦ થી વધુ કર્મચારીઓ ગુજરાતના છે. ડાયમન્ડની ફેક્ટરીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.

આ રીતે રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી.  ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અદ્યતન મશીનરી વગેરે નિહાળ્યા હતા.

Two-Day-Free-Seed-Distribution-Program-By-The-Lions-Club-And-The-City-Police
two-day-free-seed-distribution-program-by-the-lions-club-and-the-city-police

વિઠ્ઠલભાઇ રામાણીના આ યુનિટમાં અંદાજે પ૦૦ જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ ૧૮ વર્ષ પૂર્વે વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયેલા છે.

Two-Day-Free-Seed-Distribution-Program-By-The-Lions-Club-And-The-City-Police
two-day-free-seed-distribution-program-by-the-lions-club-and-the-city-police

મુખ્યમંત્રીએ વિઠ્ઠલભાઇ રશિયામાં અન્ય યુવા ઊદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે તેની સરાહના કરી હતી. વિજયભાઇ રૂપાણીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી. આ ડાયમન્ડ કટીંગ યુનિટમાં પણ રપ૦ થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ બેય ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.