Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ સમક્ષ શીશ ઝૂકાવી સમગ્ર ગુજરાતની સુખશાંતિ તથા આગામી વર્ષાઋતુંમાં સારા વરસાદની મંગલ કામના કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની મહેચ્છા પણ શ્રી સોમનાથ દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી.

Dsc 0037મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે આસ્થાભેર ભગવાન શ્રી સોમનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ પૂજાઅર્ચન કર્યા હતા. જ્યાં મંદિરના પૂજારી શ્રી વિજયભાઇ ભટ્ટે તેમને વૈદિક મંત્રોના ગાન સાથે સંક્ષિપ્ત મહાપૂજન કરાવ્યું હતું.

Dsc 0051વિવિધ દ્રવ્ય અને પંચામૃત સાથે જ્યોતિર્લિંગનું પૂજન અને અભિષેક કર્યો હતો. પૂજા બાદ મહાદેવની આરતી ઉતારી આશકા ગ્રહણ કરી હતી. તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે સારા વરસાદની મંગલકામના કરી હતી.
બાદમાં મુખ્યમંત્રી મંદિર પરિસરમાં રહેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

Dsc 0010આ વેળાએ સાંસદ સર્વ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ચુનિભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી જગદીશભાઇ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર, કલેક્ટર શ્રી અજય પ્રકાશ, બીજ નિગમ ચેરમેન શ્રી રાજશી જોટવા, ગુજકોમાશોલ વાઇસચેરમેન શ્રી ગોવિંદભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.