Abtak Media Google News

કાલે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પરાક્રમ રેલી

જીનિયસ સ્કુલ દ્વારા કરવામાં આવી રહેલ અદભુત કાર્યક્રમ ડીફેન્સ યુથ ફીએસ્ટાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે. ત્યારે આ કાર્યક્રમના અનુસંધાને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પુલવામા શહીદ થયેલ સૈનિકોને શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવશે આયોજનમાં ૮૦ ખાનગી શાળાઓના ૧૦ હાજરથી પણ વધુ વિઘાર્થીઓ રેલીમાં જોડાશે.

Advertisement

ડીફેન્સના કાર્યક્રમ બાદ રેલીને ફલેગ ઓફ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહેશે. આયોજનમાં અગવડતા ન પડે તે માટે ર૦૦૦ જેટલા શિક્ષકો પણ રેલીમાં સાથે રહેશે. સવારે ૧૦ વાગ્યાથી રેસકોર્ષમાં શરુ થનાર આ રેલી દ્વારા લોકોમાં દેશ પ્રેમ જાગે તેવા હેતુસર સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.