Abtak Media Google News

બાળકોનાં અભ્યાસ, સમજણ, જરૂરી વાતાવરણ અંગે ઈમ્પિરીયલમાં માર્ગદર્શન સેમિનાર

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ઈમ્પિરીયલ પેલલેસ હોટલ ખાતે તા.૨૪ ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન દિલ્હી પબ્લીક સ્કુલ મહેસાણા દ્વારા પેરેન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં કારકીર્દી માર્ગદર્શન ઉપરાંત બાળકોનાં આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, જનરેશન ગેપને કેવી રીતે ઓછો કરી શકાય બાળકોનાં વિચારોને કેવી રીતે સમજવા, બાળકોને અભ્યાસમાં કઈ રીતે મદદરૂપ થવું વગેરે જેવા મુદાનું માર્ગદર્શન આપવામાં આવનાર છે.Vlcsnap 2018 12 18 13H17M42S955

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પબ્લીક સ્કુલ મહેસાણા માત્ર એજયુકેશન નહિ પરંતુ કવોલિટી એજયુકેશનમાં માને છે. દિલ્હી પબ્લિક સ્કુલમહેસાણા ગુજરાતની સૌથી મોટી બોર્ડીંગ સ્કુલ છે. તેમજ અહી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓની જ‚રીયાતોને પણ પૂરી પાડે છે. તેમજ પારિવારિક વાતાવરણક પણ મળી રહે છે. અહી અત્યાધુનિક કલાસ‚મ, ટ્રાન્સપોર્ટેશન, વિશાલ લાયબ્રેરી, ડીજીટલ કલાસરૂમ, ઓડિટોરીયમ, કેન્ટીન, એકસ્ટ્રા એકિટવીટી માટે સ્પોર્ટસ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ, ગ્રાઉન્ડ સ્કેટીંગ, હોર્સ રાઈડિંગ, ગોલ્ફ કોર્સ, ઉપરાંત કોચ પણ છે. જેથી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે.

આ ઉપરાંત અહી માસ એજયુકેશન નહિ પરંતુ ગુણવત્તાભર્યું શિક્ષણ આપવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ તકે પેરેન્ટીંગ વર્કશોપનો મુખ્ય ઉદેશ અત્યારના સમયમાં વર્કિંગ પેરેન્ટસને પોતાના બાળક માટે સમય કાઢવો મુશ્કેલ બને છે. ત્યારે તેને કેવી રીતે સંભાળવું, બાળકોની જરૂરીયાતોને કેવી રીતે સમજવી, બાળકોનાં વિચારો સુધી કેવી રીતે પહોચવું વગેરે જેવા મુદાઓ વિશે માહિતી આપવામાં આવશે. આઉપરાંત પેરેન્ટીંગ વર્કશોપમાં બાળકની કારકીર્દી વિશે માતા-પિતાએ કઈ રીતે કાળજી લેવી તેમજ કેવી રીતે બાળકોને સાચું અને તેના હિતનું માર્ગદર્શન આપી શકાય તેની પણ માહિતી આપવામાં આવશે. આ પેરેન્ટીંગ વર્કશોપ વિશે વધુ માહિતી મેળવવા ૮૯૮૦૦૩૪૧૭૧, ૮૯૮૦૦૩૪૧૭૩ અથવા ૮૯૮૦૦૩૪૧૭૪ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.