Abtak Media Google News

વિદેશની ધરતી પર પરિશ્રમની પરાકાષ્ટાથી વ્યવસાય-ધંધાની સફળતા દ્વારા ભારતની યશપતાકા ઉન્નત રાખનાર પરિવારોને સાડા છ કરોડ ગુજરાતી વતી મુખ્યમંત્રીના અભિનંદન

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે. તેમણે ગુજરાતના યુવાનો ખેડુતોને આધુનિક જ્ઞાન વિજ્ઞાનનો લાભ મળે અને વિશ્વ સમકક્ષ બને તેમજ રાજયના નાગરીકોને માળખાકીય સુવિધાઓ પણ નવી તરાહની મળે તેવી નેમ પોતાના વિદેશ પ્રવાસમાં રાખી હતી અને એટલા માટે જ ઈઝરાયેલ આવવાનું તેમણે પસંદ કર્યું છે. એમ સ્પષ્ટ પણે ઉમેર્યું હતુ.

ઈઝરાયેલ જેવા પાણીની ઓછી ઉપલબ્ધતા ધરાવતા પ્રદેશ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડિસેલીનેશન ડિજિટલ ફાર્મિંગ જેવા અભિગમથી જે કૃષિ ક્રાંતી કરી છે તે ગુજરાત ડેલીગેશને પ્રત્યક્ષ નિહાળી છે અને ગુજરાતમાં તેનો વ્યાપક વિનીયોગ કરવાની દિશામાં ફળદાયી વિચાર વિમર્શથી પ્રગતિના નવા દ્વાર ખૂલ્યા છે એમ તેમણે ઉમેર્યું હતુ. વિજયભાઈ રૂપાણીએ ઈઝરાયેલમાં વસતા આ ભારતીય અને ગુજરાતી પરિવારોને ગુજરાતે ‘પર ડ્રોપ મોર કોપ’નો મંત્ર અપનાવીને રાજયમાં ટપક અને સ્પ્રિન્કલર પધ્ધતિથી ખેતીમાં વિપુલ ઉત્પાદન મેળવ્યું છે. તેની સફળતા વર્ણવી હતી.2 2તેમણે રાજયની વિકાસયાત્રાના નવા પરિણામો અને સુજલામ સુફલામ જળ અભિયાનથી ૧૨ હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરી શકાય તેવા સફળ જન આંદોલનની વિગતો આપી હતી.

આ સંદર્ભમાં વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં કિસાનોને દિવસે વિજળી અને પાણી બેય સરળતાએ મળી રહે તે માટે ‘સ્કાય’ સૂર્ય શકિત કિસાન યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખેડુત પોતાના ખેતરમાં જ સરકારની સહાયથી સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જા ઉત્પાદિત કરી તેના દ્વારા સિંચાઈ પાણી મેળવી શકે અને વધારાની વિજળી સરકારને વેચીને આર્થિક સમૃધ્ધિ પણ મેળવી શકે તેવો બેવડો લાભ આ યોજનાનો છે.

મુખ્યમંત્રીએ ગુજરાતમા માઈક્રો ઈરીગેશનની સફળતા બાદ હવે ઈઝરાયેલના નવા પ્રયોગો ગુજરાતમાંકરીને માઈક્રો ઈરીગેશન પલ્સ તરફ જવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું હતુ કે ડિજિટલ ફાર્મિંગ અને પ્રિસીઝન ફાર્મીંગના ઈઝરાયેલના અનુભવ જ્ઞાનનો પણ લાભ લેવા ગુજરાત આતુર છે.3 1વિજયભાઈ રૂપાણીએ તેમની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન સાયબર ક્રાઈમ પ્રિવેન્શન ડિટેકશન તજજ્ઞતા વિષયે જે નિદર્શનનો નિહાળ્યા છે.તેનોઉલ્લેખ કરતા એમ ક્હ્યું કે, ગુજરાતમાં સાયબર ક્રાઈમના વધતા પ્રભાવને નાથવા અમે રાજયમાં ચાર સાયબર સિકયુરીટી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યા છે. એટલું જ નહિ. રાજયનાં બહુધા શહેરો સી.સી.ટીવી નેટવર્કથી સજજ છે.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ‘હર હાથ કો કામ’નો ધ્યેય સરકારે પાર પાડીને યુવા શકિતને જોબસીકર નહિ જોબગીવર બનાવવા મુખ્યમંત્રી એપ્રન્ટીશીપ યોજના શરૂ કરી છે. તેની ભૂમિકા આપી હતી આ યોજનામાં એક લાખ યુવાનોને તાલીમબધ્ધ કરવામાં આવશે એમ પણ તેમણે ઉમેર્યું હતુ.

મુખ્યમંત્રીએ પારદર્શીત, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર સુશાસન સ્થંભ ઉપર ગુજરાતમાં શાસન દાયિત્વ સંભાળીને રાજય સરકારના વહીવટમાં પારદર્શીતાની લોકોને અનૂભૂતિ થાય તે માટે ઓનલાઈન બીયુ પરમીશન, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ રાજયનાં કાયદો વ્યવસ્થાને સંગીત બનાવવા સત્તર હજાર પોલીસ કર્મીઓની ટેકનોલોજીનો ઉપયોગ કરીને થયેલીભરતીની સફળતાની વિગતો પણ આપી હતી.

તેમણે ગુજરાતના શહેરોને સ્માર્ટ સીયીઝ-લવેબલ અને લીવેબલ બનાવવા શહેરોમાં નાગરીક સુવિધાના કામો ઓન-લાઈન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ, બી.આર.ટી.એસ.જનમાર્ગ પરિવહન જેવા આધુનિક આયામો ગુજરાતે અપનાવીને વિશ્વ કક્ષાના શહેરો બનાવવાની નેમ રાખી છે. એમ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીએ ગુજરાતના હરેક નાગરીકના સ્વાસ્થ્ય સુખાકારી જળવાઈ રહે અને ગંભીર બીમારીમાં સારવાર માટે સરકાર મદદ‚પ થાય તેવા હેતુથી મા-અમૃતમ અને મા વાત્સલ્યમ યોજનામાં ૫૦ લાખ પરિવારોને આરોગ્ય રક્ષા કવચ આપી રૂ.૨ લાખ સુધીની સારવાર અપાય છે.તેનીવિગતો પણ આપી હતી.

મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ તેમજ ઈન્ટરનેશનલ ક્રાઈટ ફેસ્ટીવલમાં જોડાવા ગુજરાત આવવા ઈઝરાયેલ વસતા ગુજરાતી પરિવારોને ઈજન પાઠવ્યું હતુ. ગુજરાતના કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમાર અને ગુજરાત ડેલીગેશનના સૌ સભ્યો આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.