Abtak Media Google News

ત્રણ વર્ષ પહેલા ફેસબુક દ્વારા વિડિયો શેર કરતા કરાઈ કાર્યવાહી

શહેરમાં ત્રણેક વર્ષ પહેલા ફેસબુક દ્વારા ચાઈલ્ડ પોનોગ્રાફીનો વિડીયો વાયરલ થતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા વિડિયો 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસેના ધરમરાજ સોસાયટીમાં રહેતા મીકેનીક અશોક જશાભાઈ મિયાત્રા એ વાયરલ કર્યાની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેનો મોબાઈલ અભીપ્રાઈ માટે એફ.એસ.એલમાં મોકલ્યો હતો

જેનો રિપોર્ટ આવ્યો હતો જેમા તે મોબાઈલમાંથી બાળકી સાથેના છેડછાડ કરતા હોવાની વિડીયો વાયરલ થયાનુ બહાર આવતા અશોક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વિગતો મુજબ તા.3-3-2020 દરમ્યાન બાળકો સાથે છેડછાડના વિડીયો વાયરલ થતા સી.આઇ.ડી ક્રાઈમ દ્વારા જાણ કરતા એ.એસ.આઈ જાડેજા સહીતના સ્ટાફે તપાસ કરતા તે અશોક મિયાત્રા નામના શખસે વાયરલ કર્યાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા તેનો મોબાઈલ કબજે કરી તપાસ માટે ગાંધીનગર મોક્લવામાં આવ્યો હતા જેના રિપોર્ટ આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.