Abtak Media Google News

શું સ્વપ્નદોષ એ બીમારી છે? તેનાથી બચવા શું કરવું જોઈએ…???

Advertisement

માત્ર આજની યુવાપેઢી જ નહિ પણ દરેક પેઢીદર પેઢીના યુવાનો  સેક્સ ફેન્ટસીમાં રાચતા હોય છે. અને સમાગમને લઈને તેમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળતો હોય છે તેવા સમયે વધુ ઉત્તેજનાને કારણે તેઓની ઈચ્છા પુરી ન થવાથી સ્વપ્નદોષનો શિકાર બનતા હોય છે. સ્વપ્નદોષ આમ જોઈએ તો એક સામાન્ય બાબત છે પરંતુ તેનું વધુ પ્રમાણ એ એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો આવો જાણીએ સ્વપ્નદોષ થવાના મુખ્ય કારણો અને તેના નિવારણ વિષે…

13

વધુ ઉતેજના એ સ્વપ્નદોષ માટેનું મુખ્ય કારણ છે જેમાં યુવાનો તેની ઈચ્છા પ્રમાણેનો સંબંધ નથી રાખી શકતા અને તેના કારણે આ સંશય ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત સ્વપ્નદોષની સંશય માટે ઊંધા સૂવું એ પણ એક કારણ છે એટલે ઊંધા સુવાનું ટાળવું જ હિતાવહ છે.

તાજા તાજા યુવાન જેને હજુ સંભોગ વિશેની વાતો જ સાંભળી કે જોય હોય છે તેવા યુવાનો આખો દિવાત તેના જ વિચારમાં રચ્યા પચ્યા રહેતા હોય છે જેને કારણે સ્વપ્નદોષનો સામનો કરવાનો વારો આવે છે.તો બને ત્યાં સુધી એવા સમાગમના વિચારોને દૂર રાખો .

12

ધણી વાર એવું પણ બનતું હોય છે કે શારીરિક સંબંધ બનાવ્યાને દિવસો વીતી ગયા હોય અને તેવા લોકો પણ સ્વપ્નદોષનો શિકાર બનતા હોય છે તો તેવી પરિસ્થિતિમાં જયારે રાત્રે ભોજન લ્યો છો  તો જમ્યાના થોડા સમય બાદ સુવાનું રાખો જમીને તરત જ સુવાનું ટાળો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.