Abtak Media Google News

રેપ, ગેૅગરેપ, બાળ અશ્ર્લીલતા સહિતનાં મામલે ઓનલાઇન ફરિયાદ માટે ગૃહમંત્રી રાજનાથસિંહે નવા પોર્ટલની કરાવી શ‚આત

બાળકોની જાતીય સતામણીની ફરીયાદ હવે ઓનલાઇન નોંધાવી શકાશે. આ માટે કેન્દ્ર સરકારે એક નવા પોર્ટલની શરુઆત કરી છે. જેનું નામ cybercrime.gov.in છે.  કે જેના પર ફરીયાદ થઇ શકશે અને બાળકોની પોનોગ્રાફી કરતાં અપરાધીઓને સજા ફટકારી શકશે.

Advertisement

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ પોર્ટરની શરુઆત કરાવી છે આ વિશે માહિતી આપતા ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ મદન એમ ઓબરોયે જણાવ્યું કે, આ પોર્ટલ માત્ર પીડીતો અને ફરીયાદીઓને જ નહી પણ આ સાથે સીવીલ સોસાયટી સગઠનો અને જિમ્મેદાર નાગરીકોની પણ મદદ કરશે.

જેમાં બાળક અશ્લીલતા અને બાળ લૈગિક દુરવ્યવહાર સમગ્રી તેમજ બળાત્કાર ઉપરાંત ગેંગરેપથી જોડાયેલા મામલોની પણ ફરીયાદ નોંધાવી શકશે. એમાં પણ ખાસ વાત એ છે કે રેપનો ભોગ બનેલી પિડીતાઓ ઘેર બેઠા ફરીયાદ નોંધાવી શકશે અને તેમની ઓળખ પણ છુપી જ રહેશે એટલે કે પિડીતોની ઓળખાણનો ખુલાસો કરાશે નહીં.

આ ગુનાની તપાસ અને આરોપીઓને દંડ અપાવવામાં પોલીસની મદદ માટે આપતિજનક સામગ્રી અને યુઆરએલ પણ અપલોડ કરી શકશે આ પોર્ટલના માઘ્યમથી નોંધાવેલી ફરીયાદોની તપાસ સંબંધીત રાજયો અને કેન્દ્ર શાશિત પ્રદેશોના પોલીસ દ્વારા કરાશે. આ ઉ૫રાંત પોતાની ફરીયાદ મુદ્દે કેટલી તપાસ થઇ છે.? આગળ શું કાર્યવાહી થઇ શકે તેમ છે ? તે પણ ફરીયાદી પોતાના મોબાઇલ નંબરનો ઉ૫યોગ કરી પોર્ટલ પર રિપોર્ટ અથવા ટ્રેક વિકલ્પ  પસંદ કરી જાણી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.