Abtak Media Google News

રિટર્ન વીથ થેંકસ!

કોરોનાની ટેસ્ટ માટેની ચાઈનીઝ કિટોના પરિણામો આશંકાભર્યા હોવાની દેશભરમાંથી  ફરિયાદો ઉઠતા આઈસીએમઆરનો તકલાદી કિટોને પરત મોકલવા નિર્ણય

ચીનના સામ્રાજ્યવાદની જેમ ચાઈનીઝ વસ્તુઓનું તકલાદીપણુ પણ જગતમાં ભારે વગોવાતું રહ્યું છે. કોરોના કટોકટી દરમિયાન ચીનથી મંગાવવામાં આવેલી કોરોના ટેસ્ટીંગ કીટની ગુણવતા અને પરર્ફોમન્સને મુદ્દે ચાઈનીઝ કીટનો ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યો હોવાનું સોમવારે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું, વર્તમાન કટોકટીમાં સરકાર એકપણ રૂપિયો એવો ન જાય તે માટે કટીબદ્ધ છે. ચીનથી આવતી કીટમાં નબળી ગુણવત્તા અને પરિણામમાં વિવિધતાને લગતી અનેક ફરિયાદો આવી છે.

Advertisement

દેશની આરાગેય સંશોધન સંસ્થા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ગઈકાલે દેશના તમામ રાજ્યને ચીનની બે કંપનીઓ પાસેથી મંગાવવામાં આવેલી ટેસ્ટીંગ કીટ વાપરવા અને તમામ કીટોને તેમના સપ્લાયસ મારફત પાછુ મોકલાવવાનું નિર્ણય કર્યાનું આરોગ્ય મંત્રાલયના સુત્રોએ જણાવેલ છે. મંત્રાલયે ચાઈનીઝ કંપનીઓની ટેસ્ટીંગ કીટના વપરાશ અંગેની આખી માર્ગદર્શિકા અને તેના પરર્ફોમન્સનું આખું સરવૈયું દાખલ કર્યું હતું. ચાઈનીઝ કંપનીઓ બાયો  મેડિમિકસ અને વોન્ડટ્રોની કીટોને અત્યારે રોકી દેવામાં આવી છે. આઈસીએમઆરએ આ બન્ને કંપનીઓને અલાયદી તારવી લીધી છે.

કોરોના કટોકટી દરમિયાન તામ રાજ્યોને સાધન સામગ્રી પહોંચાડવાની જવાબદારી સંભાળતી આઈસીએમઆરએ પગલું ભર્યું છે. આ કીટની અત્યારે વિશ્ર્વભરમાં ભારે માંગ ઉઠી છે. અનેક દેશોએ તેની પ્રાપ્તી માટેની કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે. આઈસીએમઆર દ્વારા આ કીટની ચકાસણી દરમિયાન કેટલીક બાબતોની નોંધ લઈ તેની ગુણવત્તા અને પરિક્ષણની ક્ષમતા અંગે નકારાત્મક બાબતોને લઈને ચાઈનાની કીટને અયોગ્ય ઠેરવી હતી. પરિણામ ન આપનારી આ કીટના કારણે બાયો મેડિમિક્સ અને વોન્ડટ્રો કંપનીઓને મંજુરીની પ્રક્રિયામાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો હતો.

સરકારી સુત્રોએ ઉમેર્યું હતું કે, વોન્ડટ્રોને ચાર ઓર્ડર આપવામાં આવ્યા છે અને તેના ભરાયેલા ભાવમાં રૂા.૧૨૦૪, ૧૨૦૦, ૮૪૪ અને ૬૦૦ના ભાવે ભરાયેલા ટેન્ડરમાં રૂા.૬૦૦ના ભાવને માન્યતા આપવામાં આવી હતી. આઈસીએમઆરએ વોન્ડટ્રો કંપની પાસેથી ચાઈનામાંથી સીધી સીજીઆઈ મારફત કીટ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, કંપનીના કોટેક્ષનું સીધા જ આવ્યા હતા અને કેટલાક મુદ્દે પરિવહન સંબંધી કેટલાક પરિણામો નક્કી કર્યા વગર જ આ કોટેશન ભરવામાં આવ્યા હતા અને કોઈપણ જાતની ગેરેન્ટી વગર ૧૦૦% એડવાન્સ પૈસાની માંગણી કરવામાં આવી હતી. વળી, કોટેશનમાં કોઈપણ જાતની સમય મર્યાદા નિશ્ર્ચિત ન હતી અને ભારતમાં કોઈપણ જાતની બાંધછોડ વગર અમેરિકન ડોલરમાં કિંમત ચૂકવવાની હતી.

વોન્ડટ્રોના વિક્રેતાએ પરિવહન સહિતના કોઈપણ કારણની બાંહેધરી લીધી ન હતી. આવી રીતે ભારત માટે કોઈપણ જાતના શરત કે બાંધછોડ કર્યા વગરનું આ મોટો સોદો બનવાનો હતો. અન્ય કેટલાક લોકો દ્વારા આઈસીએમઆરને કીટો પહોંચાડવાની દરખાસ્તો, ગુણવત્તા અને ભાવતાલના પ્રસ્તાવો મળ્યા તેનાથી વોન્ડટ્રો સામે અનેક પ્રશ્ર્નો ઊભા થયા હતા અને પરફોરમન્સના કારણે આ ઓર્ડર કેન્સલ કરવાનું નક્કી કરાયું હતું.

ભારત અત્યારે એકપણ રૂપિયા ગુમાવવા ઈચ્છતુ નથી. આઈસીએમઆરએ એકપણ રૂપિયાનું ચૂકવણું ન કરવાનું નક્કી કર્યું છે. ક્યાંક પણ કોઈપણ સોદામાં ૧૦૦% એડવાન્સ ચુકવણું કરવાનું હોતુ નથી. ભારત સરકાર એકપણ રૂપિયા ગુમાવવા માંગતી નથી. આ મહિને પાંચ લાખ જેટલી કીટનો ઓર્ડર ચીનને અપાયો છે અને તે પ્રક્રિયામાં છે ત્યારે આઈસીએમઆર અને દેશના કેટલાંક રાજ્યોમાંથી તેની ગુણવત્તા સામે ફરિયાદો ઉઠતાં બન્ને કંપનીઓને માલ ચીન પાછો મોકલવાની ફરજ પડી છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે, કોવિડ-૧૯ માટેની રેપીડ ટેસ્ટ કીટ મંગાવવાના સરકારના પ્રયજનો વચ્ચે કેટલાંક લોકો વચમાંથી લાભ મેળવી રહ્યાં છે.

દેશના આરોગ્ય મંત્રાલયે ચીનમાંથી ટેસ્ટીંગ કીટ આયાત કરવાની પ્રક્રિયા અને ચીનની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ટેન્ડરીંગમાં ભારત સાથે ગરજના સોદા કર્યા હોય તેમ માલની ગુણવત્તા ઉપરાંત માલના પરિવહન, માલ પહોંચતા કરવા સુધીના ભાવ અને કરારની શરતોમાં તમામ ચૂકવણી માલ મળ્યા પહેલાં કરી દેવાની શરતો જેવી બાબતોને લઈને ઈન્ડિયન કાઉન્સેલીંગ ઓફ મેડિકલ રિસર્ચ જ એ ચીનની ટેસ્ટીંગ કીટ મોકલનારી બન્ને કંપનીઓને બ્લેક લીસ્ટ કરી કંપનીઓ પાસેથી માલ મંગાવવામાં દેશને આર્થિક નુકશાન અને ગુણવત્તામાં સંતોષજનક પરિણામ ન મળતો હોવાના મુદ્દે ચીનમાંથી આવતી ટેસ્ટીંગ કીટનો ઓર્ડર કેન્સલ કરવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.