Abtak Media Google News

દેશમાં કોવિડ-૧૯નાં સંક્રમિત કેસો ૨૮ હજારને પાર જયારે ૮૮૬નાં મોત

કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે ત્યારે વિશ્ર્વ આખામાં દિન-પ્રતિદિન કોરોનાનાં સંક્રમિત કેસો અને મૃત્યુ આંક વધતો જોવા મળે છે એવી જ રીતે ભારત દેશમાં પણ કોવિડ-૧૯નાં સંક્રમિત કેસોની સંખ્યા ૨૮,૩૮૦એ પહોંચી છે જયારે મૃત્યુઆંક દેશમાં ૮૮૬એ પહોંચ્યો છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૬૦ લોકોનાં મૃત્યુ થયા હોવાનું પણ યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. વિડીયો કોન્ફરન્સીંગમાં વડાપ્રધાન મોદીએ રાજયનાં મુખ્યમંત્રીઓ અને તમામ નામાંકિત લોકોને એ વાતનું પણ સુચન કરવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સામે લડાઈ લડવામાં આવશે સાથો સાથ અર્થવ્યવસ્થાને પણ વેગવંતી બનાવાશે. વિડીયો કોન્ફરન્સીંગમાં રાજયનાં મુખ્યમંત્રીઓને વડાપ્રધાને તાકિદ કરી જરૂ રીયાત મુજબની ગાઈડલાઈન રજુ કરવાનું પણ જણાવ્યું હતું ત્યારે ચાઈનીઝ કંપની દ્વારા જે એન્ટીબોડી ટેસ્ટ કિટ આપવામાં આવી છે તે કંપનીઓને તેમની કિટ પરત આપી દીધેલી છે હાલ ભારત દેશમાં ૬૧૮૪ કેસોને રીકવર કરવામાં આવ્યા છે. હાલ દેશમાં રીકવરી રેટ ૨૨.૧૭ ટકાનો જોવા મળી રહ્યો છે. ગત ૨૮ દિવસમાં ૧૬ જિલ્લાઓમાં કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યામાં એક પણ કેસનો વધારો નોંધાયો નથી.

Advertisement

ગત ૧૪ દિવસમાં ૧૫ જિલ્લા, ૨૫ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ એક પણ પ્રકારનો નવો કેસ નોંધાયો ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં તરલતા જળવાય રહે તે માટે ૫૦ હજાર કરોડ રૂ પિયા બજારમાં ઠાલવ્યા છે. આ તકે યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, કોરોનાને લઈ કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે અફવા સોસાયટીમાં ન ફેલાવવામાં આવી જોઈએ ત્યારે ઉતર-પૂર્વી ભાગોનાં ૮ રાજયોમાંથી ૫ રાજયો કોરોનાથી મુકત જોવા મળ્યા છે તેમ યુનિયન મિનિસ્ટર જીતેન્દરસિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વૈશ્ર્વિક સ્તર પરની જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસે અંદાજે ૨ લાખથી વધુનો ભોગ લીધો છે જેમાં ૨૯,૬૧,૦૦૦થી પણ વધુ કેસો ૧૯૩ દેશ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યા છે. સૌથી વધારે યુનાઈટેડ સ્ટેટમાં ૯,૬૫,૦૦૦ કેસોની સરખામણીમાં ૫૪ હજારથી પણ વધુનો મૃત્યુઆંક જોવા મળ્યો છે. જેમાં સ્પેનમાં ૩૩૧ નવા મોત  ગત ૨૪ કલાકમાં જ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઈરાનમાં ૯૬ લોકોનાં મોત કોરોના વાયરસનાં કારણે થયા હોવાનું જણાવ્યું છે.

સિંગાપોરમાં કોરોના વાયરસનાં સંક્રમિત કેસોનો આંક ૧૪,૪૨૩એ પહોંચ્યો છે જેમાં ૭૯૯ કેસો સામે આવ્યા હોવાની પણ સ્પષ્ટતા થઈ રહી છે. આ કેસોમાં વિદેશી કારીગરો જેમા ભારતીય કામદારોની પણ સંખ્યા જોવા મળી છે અને તેઓ જે હોટસ્પોટ વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારને પણ ક્ધટીઝન્ટ વિસ્તાર તરીકે પ્રસ્થાપિત કર્યો છે. યુનાઈટેડ કિંગડમનાં પ્રાઈમ મિનિસ્ટર બોરીસ જોનસને કોરોનાને લઈ યુ.કે.માં સૌથી મોટી મહામારી ફેલાય હોવાનું પણ જણાવાયું હતું જેમાં ૨૦ હજારથી વધુ લોકો યુ.કે.માં કોરોનાનાં પગલે મૃત્યુ પામ્યા હોવાનું પણ સામે આવ્યું છે. યુરોપીયન દેશોની વાત કરવામાં આવે તો આશરે ૨ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

  • કોરોનાનાં સંક્રમણ હવા અને વાતાવરણમાં જોવા મળ્યા

ચીનનાં વાયરસ તરીકે જગતભરમાં બદનામ થઈ ગયેલ કોવિડ-૧૯ માનવજાત માટે જોખમી અને હઠિલો રોગચાળો બની ગયો છે. વૈજ્ઞાનિકોનાં અભ્યાસમાં નોવેલ કોરોના વાયરસનાં જીનેટિકલ પદાર્થો અથવા તો તેના અવશેષો હવામાં તરતા મળી આવ્યા છે. અલબત જોવામાં આવેલા જીવાણુનાં અવશેષો સંક્રમણ ફેલાવે છે કે કેમ તેનો કોઈ પુરાવો મળ્યો નથી. કોરોના વાયરસની સારવાર આપતા બે દવાખાનાઓ આસપાસનું પર્યાવરણ અને વુહાનનાં કેટલાક જાહેર સ્થળોનાં પર્યાવરણની ચકાસણીમાં ચીનનાં સંશોધકોએ હવામાં જન્મેલા નોવેલ કોરોના વાયરસ આર.એન.એ.થી મળી આવ્યા હતા જોકે આ પદાર્થ ચેપ ફેલાવવા માટે કારણભુત છે કે કેમ તેનું કોઈ પ્રમાણ જનરલ નેચરલમાં આપવામાં આવ્યો નથી કોરોનાનાં જીનેટિક પદાર્થોથી હવામાં હાજરી હોવાનાં અભ્યાસમાં જે જગ્યાઓથી ૪૦ નમુના લેવામાં આવ્યા હતા તે તમામ જગ્યાને સાવચેતીપૂર્વક સેનીટાઈઝ કરવામાં આવ્યા છે અને તે વિસ્તારની કાળજી પણ લેવામાં આવી છે જોકે આ વાયરસનું જોખમ ઘટાડી શકવા માટે હાલ દેશો અનેકવિધ રીતે ઉણા ઉતર્યા છે. આર.એન.એ.નું આ સંક્રમણ એકબીજાથી મળવાથી થાય છે ત્યારે દર્દીઓનાં શ્ર્વાસમાં પણ આ વાયરસ ફેલાય છે ત્યારે વૈજ્ઞાનિકો એ વાતની પુષ્ટિ કરી શકયા નથી કે, કોવિડ-૧૯ આ પ્રકારથી ફેલાય છે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.