Abtak Media Google News

ચીનમાં વધતા બેરોજગારી દરની સાથે સાથે ચીનની અર્થવ્યવસ્થા પણ સમયાંતરે ધીમી પડી રહી છે.  તેની પાછળનું કારણ ચીનની પશ્ચિમી દેશો સાથેની હરીફાઈ અને તેનું વાસ્તવિક બજાર, પોકળપણું અને સરકારી નીતિઓનો ભ્રષ્ટાચાર છે.  પશ્ચિમી દેશો તેમના પ્રદેશોમાં જે પણ પ્રોજેક્ટ ચલાવે છે તેની પાછળ માંગ અને પુરવઠાના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કામ કરે છે, પરંતુ ચીનમાં પુરવઠાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે બજારમાં માંગની કાળજી લેવામાં આવી ન હતી.

લગભગ 4 દાયકા પહેલાં, જ્યારે ચીન તાંગ શિયાઓ ફિંગની યોજના અનુસાર વાતાવરણ આશાવાદથી ભરેલું હતું અને લોકો પોતાનું નસીબ અજમાવવા માટે ગામડાઓમાંથી બહાર શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા.  તેઓ ખેતી છોડી ગઈકાલે કારખાનામાં જવા લાગ્યા હતા.

આ પરિવર્તને ચીનની દિશા નક્કી કરી હતી, જેના કારણે ચીને વિશ્વની બીજી મહાસત્તા બનવાની સફર કરી.  શહેરોમાં, યુવાનો પાસે ઘર હોવું એટલે તેમની આર્થિક તાકાત, લગ્ન માટે એવા છોકરાઓની ખૂબ માંગ હતી જેમની પાસે પોતાનું ઘર અને કાર હોય.  તે જ સમયે, ચીનમાં લાગુ કરવામાં આવેલી ’વન ચાઈલ્ડ પોલિસી’ના કારણે છોકરાઓ અને છોકરીઓના રેશિયોમાં ઘણો તફાવત જોવા મળ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, ચીનમાં છોકરીઓ કરતાં 35 મિલિયન વધુ છોકરાઓ છે, જેના કારણે પોતાનું ઘર ધરાવતા છોકરાઓની માંગ વધવા લાગી. મકાનોની માંગ અને કિંમત અચાનક આસમાનને આંબી જવા લાગી, સમગ્ર વિશ્વમાં મકાનોને લઈને ચીનની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.

પરંતુ આવી સ્થિતિનો લાભ લઈને એવરગ્રાન્ડે, ક્ધટ્રી ગાર્ડન, સોહો, પોલી, શિમાઓ જેવી ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ ઉભરાવા લાગી.  લોકોએ તેમાં પૈસા લગાવવાનું શરૂ કર્યું અને મકાનોની કિંમતમાં વધારો થતાં ચીનની અર્થવ્યવસ્થા આગળ વધવા લાગી.  ચીની લોકોએ તેમના 70 ટકા નાણાંનું રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.

એક તરફ, જ્યારે ચીનની સરકાર રિયલ એસ્ટેટમાં વધારો જોઈ રહી હતી, ત્યારે સરકાર હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરી રહી હતી, 2008ની આર્થિક મંદી પછી તરત જ, ચીનની સરકારે માર્કેટની અવગણના કરીને માત્ર રેલવે નેટવર્ક વધારવા પર ધ્યાન આપ્યું,  આ પ્રોજેક્ટ માટે, બેંકો, સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને બોન્ડ આપવામાં આવ્યા હતા. બાદમાં આવક કરતા ઉછીના લીધેલા નાણાંનું વ્યાજ વધતું જતું હતું.

વર્ષ 2021 સુધીમાં, આ પ્રોજેક્ટ પર સરકારની જવાબદારી 900 બિલિયન ડોલર, એટલે કે ચીનના જીડીપીના 5 ટકા થઈ રહી હતી,  આવનારા કેટલાક વર્ષો ચીન માટે મુશ્કેલ રહેશે, વિશ્વ પર તેની મોટી અસર પડશે, ખાસ કરીને એવા દેશોની અર્થવ્યવસ્થા પર કે જેઓ ચીનથી મોટી માત્રામાં આયાત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.