Abtak Media Google News

જામનગરથી કારમાં ડિલીવરી કરવા આવેલા ત્રણ શખ્સો પકડાયા

ચોટીલામાં કારમાંથી બાગબાન  કંપનીની રૂ. 27,4,960ની કિમંતના 868 નંગ નકલી તમાકુના જથ્થા સાથે જામનગરના ત્રણ શખ્સોની ધરપકડ કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ જામનગરથી ચોટીલા ખાતે બાગબાન  કંપનીની  નકલી તમાકુ વેંચાણ અર્થે આવી રહ્યાની  કંપનીનો ઓથોરાઈઝ હિરેન પટેલે જાણ થતા પોલીસનેસાથે રાખી ચોટીલામાં વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીવાળી મારૂતી કાર અને ઓમની કાર આવતા તેને અટકાવી તલાશી લેતા રૂ. 274960ની કિંમતના   868 નંગ નાના મોટા ડુપ્લીકેટ તમાકુના ડબ્બા મળી આવ્યા હતા.પોલીસે જામનગરનાં ઈશ્ર્વર ખીમજીભાઈ ચૌહાણ, ચોટીલાના અસરફ નીઝારભાઈ કલાડીયા અને  જયદીપ ઉર્ફે શ્યામભાઈ કિશોરભાઈ આડતીયાની કોપીરાઈટ એકટ મુજબ અટક કરી તમાકુનો જથ્થો બે કાર વિગેરે મળી કુલ રૂ. 474960નો મુદામાલ જપ્ત  કરી કાર્યવાહી કરી છે. આ બનાવમાં નકલી તમાકુનો જથ્થોવાંકાનેરના સુકુભાઈએ ભરી આપ્યો હોવાનું ખુલતા ચારેય સામે ગુનો નોધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.