Abtak Media Google News

રાજકોટ માધાપર સ્થિત ક્રાઇસ્ટ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલને ગઇકાલે સફળતાના ૬ વર્ષ  પૂર્ણ થતાં તમામ સ્ટાફ, ડોકટર્સ ટીમ, મીત્રો વડીલો આનંદની લાગણી અનુભવી છે. ક્રાઇસ્ટ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્ટિપલ જે માત્ર ને માત્ર રૂ ૧૫૦ માં તબીબનો અભિપ્રાય પણ મળે છે. જે ખરેખર પ્રશંશનીય બાબત છે. ક્રાઇસ્ટ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ માત્ર સેવા આપવાનો જ છે.

૬ વર્ષોમાં લાખો દર્દીઓએ હેલ્થકેર સેવાઓનો લાભ લીધો પપ૦ થી વધુ હ્રદય રોગના સફળ ઓપરેશનો, ૬ વર્ષમાં ટોટલ ૧૮૦ થીવધુ ગામડાઓમાં ફ્રી મેડીકલ કેમ્પ કર્યા છે.15.06.2018 ૬ વર્ષમાં ટોટલ ૧૦૬ થી વધુ રાજકોટમાં ફ્રી મેડીકલ કેમ્પ કર્યા છે. છેલ્લા પ વર્ષોથી દર બુધવારે ફ્રી ઓપીડી સેવાઓ જેમા મેડીશીન વિભાગ, બાળરોગ વિભાગ, હાડકા વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, આંખનો વિભાગ, દાંતના રોગોનો વિભાગ, કસરત વિભાગોનો સમાવેશ ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ ઉ૫લબ્ધ સુવિધાઓમાં ટ્રોમા કેર, મેડીકલ એન્ડ સર્જીકલ ઇમરજન્સી સાથે જ આધુનીક સ્ત્રી રોગ વિભાગ, અતિ આધુનિક કેથલેબ, કાર્ડીયો થોરાસીક, ઓપરેશન થીએટર, ડાયાલીસીસી વિભાગ, લેબોરેટરી વગેરે જેવી સઘન મેડીકલ સારવાર ર૪ કલાક ઉપલબ્ધ છે.

અને વધુમાં નજીકના ભવિષ્યમાં યુરોલોજી વિભાગ અને ન્યુરોલોજી વિભાગ તથા તમામ પ્રકારના સુપર સ્પેશ્યાલીટી વિભાગો કાર્યરત થનાર છે. વધુમાં ક્રાઇસ્ટ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર જોમોન થોમાન્ના જણાવે છે ક્રાઇસ્ટ હોસ્પિટલે આ ૬ વર્ષ દરમ્યાન જે સ્વસ્થ સમાજની યોજના નકકી કરી હતી તે ડો. મિત્રો અને સ્ટાફના સહયોગ થી પૂર્ણ કરી છે. અને આવતા સમયમાં પણ આવી જ રીતે અવીરત સેવા આપતી રહેશે એવી ખાતમી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.