Abtak Media Google News

મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવીઅબતક,

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વિધાનસભા ચુંટણી- 2017 દરમિયાન ઓછું મતદાન થયેલ છે એવા મતદાન મથકોમાં અવસર રથ થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.

Advertisement

જેમા આજે 60- દસાડા વિધાનસભા વિસ્તારમાં પાટડી તાલુકાના પાટડી, બજાણા, માલવણ, ઝેઝરી અને લખતર તાલુકાના પેઢડા, મોઢવાણા, લખતર, દેવલીયા, તાવી તેમજ લીંબડી તાલુકાના રોજાસર, જાંબુ અને પરનાળા સહિતના ગામોમાં અવસર રથ ફેરવવામાં આવ્યો હતો. અવસર રથના માધ્યમથી મતદારોને આગામી ચુંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને અવસર રથ ઉપર હું વોટ કરીશ નો સંકલ્પ લઇ ગ્રામજનોએ સહી કરી આગામી ચૂંટણીમાં ચોક્કસ મત આપવાનો સંકલ્પ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતતા લાવશે.જે અંતર્ગત અવસર રથ તા.15ના રોજ 62-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં, તા.16ના રોજ 63-ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં અને તા.17ના રોજ અવસર રથ 61- લિંબડી વિધાનસભા મત વિસ્તારમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.