Abtak Media Google News

તા.12 જૂનથી 15 જૂન દરમ્યાન કરાટે, કબડૃૃી, સ્વીમીંગ, ડેડલિફટ, સૂર્ય નમસ્કાર, સ્કેટીંગ જેવી વિવિધ રમત સ્પર્ધાના માધ્યમથી શહેરમાં ભાવિ રમતવીરો તૈયાર થશે અને ખેલદીલીને પ્રોત્સાહન મળશે: કમલેશ મિરાણી

શહેર ભાજપ રમત-ગમત સેલના સંયોજક કૌશીક અઢીયા અને પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક જયદીપસિહ સરવૈયા જણાવેલ છે કે વડાપ્રધાન નરેનદ્રભાઈ મોદી યુવાનોનો ને રમત-ગમત અને ખેલદીલી પ્રત્યે હંમેશા પ્રોત્સાહીત કરતા રહયા છે. રમત અને ફિટનેસને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે તેવી લોકોને અપિલ તે અંતર્ગત ખેલ સંસ્કૃતીનો વિકાસ થાય અને ખેલદીલીને પ્રોત્સાહન મળે તેવા આશયથી સાંસદોને પોત- પોતાના સંસદીય મતક્ષ્ોત્રમાં સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવાનું આહવાન કરેલ.ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ રમત-ગમત સેલ ધ્વારા સાંસદખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નેતૃત્વમાં સાંસદ ખેલ સ્પર્ધા હેઠળ તા.12/6, રવીવાર- ના રોજ વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કરાટે સ્પર્ધા, તેમજ વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ , રેસકોર્ષ સ્પોર્ટ સંકુલ ખાતે કબડૃી સ્પર્ધા સંપન્ન થઈ હતી.

તેમજ તા.14/6 -મંગળવારના સાંજે 4:30 કલાકે ડો. ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વીમીગ પુલ, બાલાજી હોલ પાછળ, 150 ફુટ રોડ – સ્વીમીંગ સ્પર્ધા તેમજ તા.15/6 – બુધવારે સવારે 7:00 રેસકોર્ષ વ્યાયામ શાળા ખાતે ડેડલિફટ સ્પર્ધા, સવારે 9:00 કલાકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ ખાતે સૂર્ય નમસ્કાર, તેમજ સાંજે 5:00 – બાલભવન ખાતે સાંજે સ્કેટીંગ સ્પર્ધા યોજાશે. ત્યારે આ સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ શહેર ભાજપ પંમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી કીશોર રાઠોડ સહીતઓના હસ્તે કરવામાં આવ્યો હતો. ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પૃથ્વીસિહ વાળા, કૌશીક અઢીયા, જયદીપસિહ સરવૈયા, સુરેશ રૈયાણી, હેમુભાઈ પરમાર, હરેશ જોષી, જયંત ઠાકર સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કૌશીક અઢીયા, જયદીપસિહ સરવૈયા, જયભાઈ ચૌહાણ, હેમાંશુ મહેતા, માર્વિક ત્રિવેદી, મયંક ત્રિવેદી, મયુર ટોળીયા, કેયુર રાજયગુરૂ, સિધ્ધાર્થ વ્યાસ, ભરતસિહ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. અને આ ખેલ સ્પર્ધામાં 200 થી 2પ0 સ્પર્ધકો ભાગ લઈ રહયા છે.

તેમજ આવતીકાલે મંગળવારના સાંજે 4:30 કલાકે ડો. ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વીમીગ પુલ, બાલાજી હોલ પાછળ, 150 ફુટ રોડ – સ્વીમીંગ સ્પર્ધા તેમજ તા.15/6 – બુધવારે સવારે 7:00 રેસકોર્ષ વ્યાયામ શાળા ખાતે ડેડલિફટ સ્પર્ધા, સવારે 9:00 કલાકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ ખાતે સૂર્ય નમસ્કાર, તેમજ સાંજે 5:00 – બાલભવન ખાતે સાંજે સ્કેટીંગ સ્પર્ધા યોજાશે. તેમ શહેર ભાજપ રમત-ગમત સેલના સંયોજક કૌશીક અઢીયા અને પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક જયદીપસિહ સરવૈયાની યાદીમાં જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.