Abtak Media Google News

શહેર કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અશોકભાઇ ડાંગરના અઘ્યક્ષ સ્થાને શહેર કોંગ્રેસ સમીતી દ્વારા ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સવારે નવ કલાકે સર્વેશ્ર્વર ચોક, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં ભારતના રાષ્ટ્રઘ્વજને શહેરકોંગ્રેસ દ્વારા સલામી આપવામાં આવેલ હતી.

શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગરે ઉદબોધન કર્યુ હતું. સર્વેને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અને શહીદોને શ્રઘ્ધાંજલી અર્પી હતી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઇ ત્રિવેદી તથા વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવેલ.

આ ઘ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી જયવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઇ ત્રિવેદી, રાજકો મહાનગરપાલિકા કોંગ્રેસના કોર્પોરેટરો મનસુખભાઇ કાલરીયા, અતુલભાઇ રાજાણી, ગીતાબેન પુરબીયા, સીમ્મીબેન જાદવ, રેખાબેન ગજેરા: વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, ઉર્વશીબા જાડેજા: વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, છગનભાઇ ચાવડા, બીપીનભાઇ દવે, ગૌરવભાઇ પુજારા, રાજેશભાઇ લોઢીયા, વશરામભાઇ ચાંડપા વગેરે બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.