Abtak Media Google News

અમદાવાદના સુખી સંપન્ન સહપરિવાર બગદાણા આવી કરી સફાઈ

સમગ્ર ગુજરાત માં સફાઈ મિલિટરી ની છાપ ધરાવતી સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ ની સફાઇ સેવા બગદાણા ખાતે યોજાય સ્વખર્ચે સહ પરિવાર સાથે સફાઈ અભિયાન સેવા બજરંગદાસ બાપા ના સાનિધ્ય માં યોજાય

અમદાવાદ ની બાપાસીતારામ ટ્રસ્ટ ની ફેમેલી સાથે સફાઇ સેવા અમદાવાદમાં  સુખી સંપન્ન પરિવારના વેપારી ઉદ્યોગપતિ બિઝનેશમેનોનું સફાઈ મંડળ દર રવિવારે ગુજરાત નું કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી સ્વખચે ત્યાં પહોંચી જાય છે

સમાન યુનિફોર્મ માં મિલિટરી માફક સફાઈ અભિયાન કરે છે કચરા પોતા ફીનાઇલ ડસ્ટબીન સાવરણી સાવરણા સુપડા સુપડી સફાઈ સાધનો લઈ ને દિવસ ભર ધર્મસ્થાન નો ખૂણે ખૂણો સાફ કરી ચકાચક બનાવી દે છે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બજરંગદાસબાપાના બગદાણા ખાતે આજે બાપાસીતારામ ટ્રસ્ટ સહ ફેમેલી સાથે પહોચી સફાઈ અભિયાન ચલાવ્યું સ્ત્રી ઓ બાળકો માં પણ સાર્વજનિક સફાઈ અંગે જાગૃતિ આવે સફાઈ અભિયામ સાથે હદયસ્પર્શી અપીલ કચરો જ્યાં ત્યાં ન ફેંકો .સ્વચ્છતા ત્યાં પ્રભુતા .સ્વચ્છતા ના હિમાયતી બનો .પબ્લિક પ્લેસ ની સ્વચ્છતા આપણી ફરજ ધર્મસ્થાન નું ઔચિત્ય જાળવો ગંદકી ન કરો જેવા સંદેશ સાથે સફાઈ અભિયાન

સીતારામ ટ્રસ્ટ અમદાવાદ ની સંસ્થા અંતરઆત્મા ને આનંદિત કરતી સફાઈ સેવા સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.