Abtak Media Google News

200થી વધુ તસવીરોનું અદ્ભૂત પ્રદર્શન

ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ એ એક એવું કલબ છે જેમાં કોઇ પ્રમુખ , ઉપપ્રમુખ કે હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી નથી , અહિ તો બસ તસ્વીરકારને તેમની સૂઝબૂઝ , આવડત તથા તકનીકનો ઉપયોગ કરીને પોતાની કલ્પનાને પ્રસ્તુત કરવા માટે એક મંચ પ્રાપ્ત થાય છે . આ કલાકારોની કલાને રાજકોટની કલાપારખું જનતા વધારે નજીકથી માણી શકે તે માટે ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ દ્વારા તસ્વીરોનું ત્રિ – દિવસીય પ્રદર્શન ’ કલિક કાર્નિવલ 2022 , આજે આવતીકાલ તથા   1 જાન્યુઆરી 2023 દરમિયાન સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક રાજકોટ શહેરના રેષકોર્સ સ્થિત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે . તા . 30 ડિસેમ્બરને શુક્રવારના રોજ ગુજરાતના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડના સદસ્ય   ભૂષણભાઇ પંડયાના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી કલબના સભ્યો ફોટોગ્રાફી પ્રેમીઓ અને રાજકોટની કલાપ્રિય જનતા સમક્ષ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રદર્શનમાં લોકોને વિવિધ વિષયો જેમ કે , નેચર , વાઇલ્ડ લાઇફ , પોટ્રેઇટ , સ્ટ્રીટ ફોટોગ્રાફી જેવા બહુવિધ વિષયોને આવરી લેતા 80 તસ્વીરકારોની 200 થી વધુ તસ્વીરોનું અદભૂત પ્રદર્શન માણવા મળશે ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ દ્વારા ભૂતકાળમાં બે સફળ પ્રદર્શનો યોજાયા બાદ હવે આ ત્રીજો પ્રયાસ છે . આ કલબના ઘણા સભ્યોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી છે , તેમજ ખુબ નામના ધરાવતા પ્રદર્શનોમાં તેમની તસ્વીરો સ્થાન પામી છે અને ઘણા ફોટોગ્રાફરોની તસ્વીરો આંતરરાષ્ટ્રીય કલાચાહકો અને સંગ્રાહકો દ્વારા ખરીદી કરી તેમના અમૂલ્ય સંગ્રહોમાં સ્થાન પામ્યા છે .

આવી અલભ્ય તસ્વીરો માણવા તમામ કલાપ્રિય નગરજનોને આયોજક કમીટીના શમશેર સિંઘ સૂચારીઆ , નીરવ રાવલ , તપન શેઠ , ડો.વિમલ હેમાણી , નીરવ મહેતા , અભિષેક બગડા , બાબુભાઈ કુંજુ , બિહારી સોની , સંકેત જાની વત્સલ કાપડિયા ધારક આચાર્ય વગેરે ફોટોગ્રાફરો નિમંત્રણ પાઠવે છે. આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણમાં , આયોજકો દ્વારા પ્રદર્શન નિહાળવા આવેલા મુલાકાતીઓ માટે એક સ્પોટ ફોટો કોન્ટેસ્ટનું આયોજન કરાયું છે . પ્રદર્શનના છેલ્લે દિવસે આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વીજેતા અને બીજા થોડા અશ્વાસન વીજેતાઓને આકર્ષક ઇનામો આપી તેમને પ્રોત્સાહીત કરવામાં આવશે . પ્રદર્શનમાં દિવસ દરમિયાન અન્ય ઘણી રસપ્રદ કોન્ટેસ્ટ યોજાશે . જેનો લાભ પ્રદર્શન નિહાળવા આવનાર દર્શકોને મળશે .

ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટનું આ ત્રીજું એક્ઝિબિશન: શમશેરસિંઘ સુચારિઆ

ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટનું આ ત્રીજું એક્ઝિબિશન છે ભૂતકાળના બે એક્ઝીબિસન નો બહુ સરસ પ્રતિસાદ મળ્યો એટલે ફરીથી આ ત્રીજું એકઝીબિસન આજથી પ્રદર્શન શરૂ કર્યું છે અલગ અલગ બધા ટાઈપની ફોટોગ્રાફી જોવા મળશે સવારે 10 થી રાત્રે 10  સુધી એક્ઝિબિશન ચાલુ છે એક્ઝિબિશનમાં વિઝિટ કરવાની કોઈ ફી નથી. અને ઘણા બધા બીજા આકર્ષણો રાખ્યા છે એની સાથે સાથે જે વીઝીટર છે અહીંયા આવીને આ સ્પોર્ટ ઉપર ફોટોગ્રાફી કરીને જે ફોટો સબમીટ કરશે એના માટે પણ અમે ઇનામ રાખ્યા છે. ફોટોગ્રાફી ક્લબ રાજકોટ  લોકો માટે ફોટોગ્રાફિની સાથે સાથે નાના-મોટા સામાજિક કાર્ય કરીએ છીએ.

80 તસવીરકારોની 200થી વધુ તસવીરોનું અદભૂત પ્રદર્શન : ભૂષણભાઈ પંડયા

ગુજરાત વાઈલ્ડ લાઇફ બોર્ડના સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું કે ફોટોગ્રાફીનુ આ ત્રીજું કાર્નિવલ પ્રદર્શન છે. અમારી સાથે ઘણા બધા  મેમ્બર્સ જોડાયેલા છે આજ રોજ 80 તસ્વીરકારોની 200 થી વધુ તસ્વીરોનું અદભૂત પ્રદર્શન માણવા મળશે. કોઈ એક સબ્જેક્ટ પર ફોટોગ્રાફ નથી.જુદી જુદી ફોટોગ્રાફી જુદા જુદા ટાઈપના સબ્જેક્ટ દૂર દૂર ના ક્ષેત્રોમાંથી પાડેલા ઈમેજીસ જોવા મળશે.  વર્ષોના અનુભવી ફોટોગ્રાફર હોય એ પણ આજીવન ફોટોગ્રાફી શીખતા હોય છે કારણ કે દરરોજ નવા ફોટા પાડવાના હોય છે.ફોટોગ્રાફીના ઘણા જુદા જુદા સબ્જેક્ટ હોય છે.

છેલ્લા 10 વર્ષથી એશિયાટિક વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરૂ છું: તપન શેઠ

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું  ફોટોગ્રાફી ક્લબઓફ રાજકોટ દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરેલું છે અલગ અલગ ફોટોગ્રાફી થીમ છે જેમકે  વાઇલ્ડ લાઇફ, પોટ્રેઇટ, સ્ટ્રીટ ફોટોગ્રાફી વગેરેના અલગ અલગ પ્રકારના ફોટા અહીંયા પ્રદર્શિત કરેલા છે 30 ,31 ડીસે. અને 1 જાન્યુઆરી સુધી  પ્રદર્શન રાખેલ છે હું પોતે છેલ્લા દસેક વર્ષથી એશિયાટિક લાઈન જે આપણે ગીરમાં જોવા મળે છે  તેની ફોટોગ્રાફી કરું છું અને આ પ્રદર્શનમાં મારા એશિયાટિક લાઈન ફોટોગ્રાફ પ્રદર્શિત થયેલા છે એ સિવાય અનેક બીજા પણ અનેક પ્રકારના ફોટોગ્રાફ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.