Abtak Media Google News

ગુજરાતમા ‘અત્યાર સુધી ઝુંપડપટ્ટીમાં રહેનારાઓનું નામ-સરનામું નો’તું હવે આખા રાજ્યમાં ઝુંપડપટ્ટીનું જ કયાંય નામ-સરનામું ન રહે એવો આપણો પ્રયત્ન છે.” મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’ કાર્યક્રમની શૃંખલાની પહેલી કડીમાં રાજ્યના મહાનગરોના ઝુંપડપટ્ટી વિસ્તારોમાંથી આવેલા લોકો સાથે મોકળા મને વાત કરતાં આમ કહ્યું હતું. મુખ્યમંત્રીએ નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ પૂર્ણ થવા અવસરે એક અભિનવ જનસંવાદ ઉપક્રમ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’ દ્વારા પ્રયોજયો હતો.

આ ઉપક્રમમાં તેઓ નિયમીત દરમહિને સમાજના વિવિધ વર્ગો-સામાન્ય માનવીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સહજ સંવાદ પ્રસ્થાપિત કરવાના છે. સામાન્યત: મુખ્યમંત્રી નિવાસસ્થાનની મૂલાકાત સામાન્ય, ગરીબ, વંચિત લોકો માટે દુર્લભ હોય છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી – સી.એમ કોમન મેન. તરીકેની પોતાની છબિને વધુ ઉજાગર કરતા હવે સી.એમ. હાઉસને કોમનમેન હાઉસ આવા સંવાદ-મિલનથી બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.